જૂનાગઢ સરદારબાગ નજીક આવેલ તાલુકા સેવા સદનના બિલ્ડીંગ તથા આજુબાજમાં અનઅધિકૃત વ્યકિતઓ અરજદારોની અરજી તૈયાર કરવાની કામગીરી કરતા જોવા મળે છે. જેના કારણે ભીડ એક્ઠી થતા કોરોના સંક્રમણ વધવાની શક્યતા હોવાથી જૂનાગઢ પ્રાંત અધિકારી અંકિત પનુ દ્વારા જૂનાગઢ તાલુકા સેવા સદનના બિલ્ડીંગ અને તેની 300 મીટરના વિસ્તારમાં પીટીશન રાઇટરો સિવાયના અનઅધિકૃત વ્યકિતઓ એજન્ટોને બેસવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
જૂનાગઢ શહેરના સરદારબાગ પાસે આવેલ તાલુકા સેવા સદન બિલ્ડીંગ તથા તેની આજુબાજુ વિસ્તારમાં સક્ષમ અધિકારીની મંજુરી ન ધરાવતા હોય તેવા અનઅધિકૃત વ્યકિતઓ દ્વારા અરજદારોની અરજીઓ તૈયાર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આથી કચેરી કમ્પાઉન્ડમાં તથા કચેરીની આજુબાજુમાં બેસવાના કારણે બીનજરૂરી ભીડ એકત્ર થાય છે. જેને કારણે કોરોના પરિસ્થિતિને ધ્યાને લેતા સરકારની સોશ્યલ ડીસ્ટન્સ તથા તકેદારીની સૂચનાઓનો ભંગ થાય છે.
આથી કોરોના સંક્રમણ વધુ ન ફ્લાય તે માટે લાયસન્સી પીટીશન રાઇટરો સિવાયના બીન એજન્ટોએ તાલુકા સેવા સદન તથા તેમની આસપાસ 300 મીટરના વિસ્તારમાં અરજીઓ વગેરેના લખાણો કરવા બેસવું નહીં કે પરવાનગી વિના બિનઅધિકૃત કામગીરી કરવી નહીં. જાહેરનામું તા.1/10 સુધી અમલમાં રહેશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.