નવતર વિરોધ:ઉનાના ધારાસભ્યએ ખાડાઓનું પૂજન કર્યું, કૉંગ્રેસના કાર્યકર્તાઓ "ખાડા દેવો ભવ:"ના મંત્ર બોલ્યા

જુનાગઢ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં ભ્રષ્ટ તંત્રની બેદરકારીના પાપે રોડ- રસ્તાઓ ખાડા માર્ગમાં ફેરવાયા

છેલ્લા થોડા દિવસોથી રહેલ વરસાદના પગલે ઉના સહિત સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના રોડ-રસ્તાઓની હાલત ખસતા થઈ ગઈ છે. આ પરિસ્થિતિ માટે ભ્રષ્ટતંત્રની બેદરકારી પણ જવાબદાર હોવાથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે અધિકારીઓ લોકોની મુશ્કેલી જાણે અને રાહત થાય તેવી કામગીરી કરે તે માટે આજરોજ ઉનાના ધારાસભ્ય પૂંજાભાઈ વંશએ કાર્યકરો સાથે ઉના-ભાવનગર રોડ પર પડેલ મસમોટા ખાડાઓનું ખાડા દેવો ભવ: ના મંત્ર સાથે ધારાસભ્ય પૂંજાભાઈ વંશે ખાડા પુજન કરી અનોખો વિરોધ દર્શાવ્યો હતો.

તંત્ર લોકો-ચાલકોની મુશ્કેલી સમજે એટલા માટે વિરોધ
ગીર સોમનાથ જિલ્લામાં અષાઢી બીજના દિવસથી શરૂ થયેલ મેઘસવારી અવિરત ચાલુ છે. જેના કારણે સમગ્ર જિલ્લામાં રોડ- રસ્તાની હાલત અતિબિસ્માર જેવી થઈ ગઈ છે. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આજરોજ જવાબદાર ભ્રષ્ટ તંત્રને જગાડી લોકોને પડી રહેલ મુશ્કેલીથી અવગત કરાવવા માટે આજે ઉનાના કોંગી ધારાસભ્ય મેદાનમાં આવ્યા છે. જેમાં ઉના- ભાવનગર હાઈવે પર પડી ગયેલા મસમોટા ખાડાઓનું ધારાસભ્ય પૂંજાભાઈ વંશએ કાર્યકર્તાઓ સાથે વરસતા વરસાદમાં ખાડા દેવો ભવ: નું મંત્ર બોલી ખાડા પૂજન કરી અનોખો વિરોધ કાર્યક્રમ યોજી વિરોધ દર્શાવ્યો છે. આ તકે તેમણે ઉના શહેર-પંથક સહિત સમગ્ર જિલ્લામાં રોડ- રસ્તાની ખસતા બિસ્માર હાલત માટે ભ્રષ્ટ તંત્રની બેદરકારીનું પાપ હોવાનો આક્ષેપ કર્યો હતો.

જિલ્લાના એકમાત્ર નેશનલ હાઈવેનું કામ છ વર્ષે પણ અધુરૂ
અત્રે નોંધનીય છે કે, સમગ્ર જિલ્લાનો મુખ્ય એવો નિર્માણાધિન સોમનાથ - ભાવનગર નેશનલ હાઈવેની હાલની પરિસ્થિતિ એટલી હદે બિસ્માર છે કે વાહનોને પસાર થવામાં ખાસ્સો સમય લાગી રહ્યો છે તો સાથે આડેધડ કામગીરી- ડાયવર્ઝનોના કારણે સતત અકસ્માતનું જોખમ પણ રહે છે. તેમ છતાં NHAI કે સ્થાનીક તંત્ર કોઈ અગમચેતી કામગીરી કરાવતું ન હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવેનું કામ વર્ષ 2016 માં શરૂ થયેલ તે સમયે દોઢ વર્ષમાં પૂર્ણ થશે તેવું જાહેર કરાયુ હતુ. જે ન થયુ અને વધારે સમય મર્યાદા સાથે 22 માસમાં કરવાનું હતુ. પરંતુ 22 માસના આજે 4 વર્ષ વીતી જવા છતાં હાઇવેનું કામ પુરૂ થયુ નથી. બેજવાબદાર તંત્રના અધિકારીઓ દ્વારા સમયસર કામ પૂરું ન કરતા વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે અને નિભર તંત્રના બેજવાબદાર અધિકારીઓ અને નેતાઓ લોકોની મુશ્કેલીઓનો તમાશો નિહાળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...