તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:દારૂના 17 ગુનાનો ઉમરેઠીનો બુટલેગર પાસામાં ધકેલાયો, જૂનાગઢ એલસીબીએ વોરંટ ઇસ્યુ થયું એ જ દિવસે દબોચી લીધો

જૂનાગઢ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

તાલાલા તાલુકાના ઉમરેઠી ગામના કિશોર ઉર્ફે કિશલો દેવશીભાઇ વાઘેલા સામે વિવિધ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના કુલ 17 કેસ નોંધાયા હતા. આમાં મેંદરડામાં 4,ચોરવાડમાં 4,માળીયા હાટીનામાં 2, પ્રભાસપાટણમાં 1, કોડીનારમાં 1,વેરાવળમાં 1, સોમનાથ મરીનમાં 1, તાલાલામાં 2 અને ડુંગરી (વલસાડ)માં 1 કેસનો સમાવેશ થાય છે.

દરમિયાન એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એચ.આઇ. ભાટીએ આરોપી કિશોર વાઘેલા સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી એસપી રવિ તેજા વાસમશેટ્ટી મારફતે મોકલતા જિલ્લા મેજીસ્ટ્રેટ રચિત રાજે આરોપી સામે 2 સપ્ટેમ્બરે પાસાનું વોરંટ ઇશ્યુ કર્યું હતું. બાદમાં આરોપીને ઝડપી લેવા એલસીબી દ્વારા વ્યાપક તપાસ હાથ ધરી હતી. દરમિયાન આરોપી કિશોર વાઘેલા મેંદરડા રોડ પર હોવાની બાતમી મળતા એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એચ.આઇ. ભાટી, પીએસઆઇ ડી.જી. બડવા અને સ્ટાફે આરોપીને વોરંટ ઇશ્યુ થયું તે જ દિવસેે ઝડપી લઇ પાસા હેઠળ સેન્ટ્રલ જેલ અમદાવાદ ખાતે ધકેલી દીધો છે.

અન્ય સમાચારો પણ છે...