તસ્કરો ઝડપાયા:જૂનાગઢમાં દુકાનની છતનું પતરૂ ઉંચકી રૂ.1.36 લાખની ચોરી કરનાર બે ચોરો ઝડપાયા, અડધા લાખનો મુદ્દામાલ જપ્ત

જૂનાગઢ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પકડાયેલ બંન્ને તસ્કરો મુદામાલ સાથે - Divya Bhaskar
પકડાયેલ બંન્ને તસ્કરો મુદામાલ સાથે
  • ચોરીની ઘટનાને અંજામ આપવા રેકી કર્યા બાદ ચોરોએ રાત્રે દુકાનનું તાળું તોડવા પ્રયાસ કર્યો હતો તાળુ ન તૂટતા છતનું પતરૂં ઉંચકાવી ચોરી કરી હતી

જૂનાગઢમાં ખામધ્રોળ રોડ પર થોડા દિવસ પહેલા એક દુકાનમાંથી રૂ.1.36 લાખના મુદ્દામાલની ચોરી થઈ હતી. આ અંગે ફરીયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જે તપાસમાં પોલીસે બાતમીના આધારે ચોરી કરનાર બે શખ્સોને ઝડપી લઈ રૂ. 46 હજારથી વધુનો મુદામાલ કબ્જે કર્યો છે.

જૂનાગઢમાં ખામધ્રોળ રોડ પર આવેલી એક પાનની દુકાનના પતરાં ઉચકાવી એક લાખની રોકડ તથા ટીવી, સેટઅપ બોક્સ, તમાકુ, સોપારી અને સિગરેટ સહિતનો કુલ રૂ. 1.36 લાખના મુદ્દામાલની ચોરી થઈ હતી. આ ચોરીની ઘટના અંગે વેપારીએ ફરિયાદ નોંધાવી હતી. જેથી આ મામલે પોલીસે તપાસ કરતાં પોલીસને ચોરી કરનાર શખ્સો સાબલપુર ખાડીયામાં હોવાની અને ચોરી કરેલો સામાન સગેવગે કરવાની પેરવી કરી રહ્યાની બાતમી મળી હતી.

બાતમીના આધારે એલસીબી પીઆઈ એચ. આઈ.ભાટી સહિતના સ્ટાફે બાતમી વાળા સ્થળે પહોંચી તપાસ હાથ ધરતા મૂળ વિરમગામ તાલુકાના બોસકા ગામના અને હાલ સાબલપુર ખાડીયામાં રહેતા વિજય ઉર્ફે અર્જુન દાજી ચુનારા અને મુળ ધોરાજીના અને હાલ સાબલપુર ચોકડી નજીક રહેતા અજય ગોપાલ પરમારને પકડી બંન્ને પાસેથી ટીવી, સેટઅપ બોક્સ, વાઈફાઈ, બાઈક અને મોબાઈલ મળી કુલ રૂ.46 હજારથી વધુનો મુદામાલ કબ્જે કર્યો હતો.

આ બંન્નેની એલસીબીએ આગવીઢબે પૂછપરછ કરતા દુકાનનું તાળું તોડવા પ્રયાસ કર્યો હતો પણ ન ખુલતા દુકાનની છતનું પતરૂ ઉંચકાવી ચોરી કર્યાની કબૂલાત આપી હતી. જેથી બંન્નેની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...