તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:જેલ રોડ નજીકના રહેણાંકમાં ચોરી કરનાર ધોરાજીના 2 તસ્કરો ઝડપાયા

જૂનાગઢ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મકાનને તાળું મારી દર્શન કરવા ગયાને 50,000ની ચોરી થઇ
 • દરગાહે દર્શન કરવા આવવાની બાતમી મળતા દબોચી લીધા

જૂનાગઢના જેલ રોડ નજીકના એપાર્ટમેન્ટમાં ચોરી કરનાર ધોરાજીના 2 તસ્કરોને એલસીબીએ ઝડપી લીધા છે. મળતી વિગત મુજબ શહેરના જેલ રોડ પાસેના અલહરમ એપાર્ટમેન્ટના બંધ મકાનના તાળા તોડી રોકડ 40,000 અને સોનાના દાગીના 10,000ના મળી કુલ 50,000ની કોઇ તસ્કરો ચોરી કરી ગયા હતા.

મકાન માલિક ઉનાવા મહેસાણા દર્શન કરવા ગયાને પાછળથી તસ્કરોઅે હાથ ફેરો કર્યો હતો. બાદમાં રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચનાથી એલસીબીએ તપાસ હાથ ધરી હતી.દરમિયાન બાતમી મળી કે, અલહરમ એપાર્ટમેન્ટમાં ચોરી કરનાર 2 શખ્સો વાલીએ સોરઠ દરગાહે દર્શન કરવા આવવાના છે.

બાદમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એચ.આઇ. ભાટી, પીએસઆઇ ડી.જી. બડવા અને સ્ટાફે વોચ ગોઠવી બન્નેને ઝડપી લીધા હતા. તપાસમાં તેમનું નામ જાવીદ સતારભાઇ મીનીવાડીયા અને રફિકમીયાં અબુબકર બુખારી સૈયદ હોવાનું અને બન્ને ધોરાજીના હોવાનું જણાવ્યું હતું. પોલીસે બન્ને પાસેથી 9,000 રોકડા કબ્જે કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો