તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ચોરાઉ ઘઉં વેચવા જનાર 2 શખ્સ યાર્ડ પાસેથી ઝડપાયા

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દોલતપરાની સસ્તા અનાજની દુકાનમાંથી ચોરી કરી હતી
  • પોલીસે ઘઉં, છકડો રિક્ષા મળી 56,250નો મુદ્દામાલ કબ્જે કર્યો

સસ્તા અનાજની દુકાનમાંથી ઘઉંની ચોરી કરી વેંચવા જનાર 2 શખ્સને પોલીસે ઝડપી લઇ 56,250નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ અંગે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ચોરી, લુંટ, ઘરફોડીના આરોપીને ઝડપી લેવા એ ડિવીઝન પીઆઇ એમ. એમ. વાઢેર, પીએસઆઇ એ. કે. પરમાર અને સ્ટાફે ખાસ ચેકીંગ હાથ ધર્યું હતું. દરમિયાન બાતમી મળી કે, દોલતપરામાં આવેલ સસ્તા અનાજની દુકાનમાંથી ઘઉંની ચોરી કરનાર 2 શખ્સ ચોરાઉ ઘઉં વેંચવા માટે રિક્ષામાં નાંખી માર્કેટીંગ યાર્ડ પાસેથી પસાર થઇ રહ્યા છે.

બાદમાં દોલતપરાના અકરમ ઉર્ફે હશનભાઇ આરબ અને બિલખાના સલીમ આમદભાઇ શોઢાને ઝડપી લીધા હતા. પોલીસ પૂછપરછમાં આરોપીએ આ ઘઉંની ચોરી કર્યાની કબુલાત આપી હતી. પોલીસે ઘઉં કટા 10 કિંમત 6,250 અને છકડો રિક્ષા 50,000 મળી કુલ 56,250નો મુદ્દામાલ કબ્જે કરી બન્ને સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.ઘઉંની ચોરી કરનાર શખ્સોએ અન્ય કોઇ જગ્યાએ ચોરી કરી છે કે કેમ તે અંગે પોલીસે ઉંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...