છેતરપિંડી:જૂનાગઢના વેપારી પાસેથી 34 લાખનું બિયારણ અને જણસી મગાવી બે શખ્સોએ પૈસાની ચૂકવણી ના કરતા ફરિયાદ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેપારીએ કલ્યાણપુર તાલુકાના નંદાણા અને જામપર ગામના બે વ્યક્તિ સામે છેતરપિંડીની પોલીસમાં ફરિયાદ કરી

જૂનાગઢના વેપારી પાસેથી જણસી અને બિયારણ મંગાવી તેના 34 લાખ રૂપિયા ન આપી કલ્યાણપુર તાલુકાના નંદાણા અને જામપર ગામના બે શખ્સોએ છેતરપિંડી કર્યાની ફરિયાદ થતા તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢના ટીંબાવાડી વિસ્તારમાં રહેતા અને ભેસાણ ચોકડી નજીક ભાગીદારીમાં જણસી અને બિયારણનો વેપાર કરતા પંકજભાઇ જમનાદાસ શેખડાને એકાદ વર્ષ પહેલાં કલ્યાણપુર તાલુકાના નંદાણાના ભાવેશ રામજીભાઈ સચદેવ અને જામપરના રમેશ રામજી ડાભીએ તેની અરવલ્લીમાં આવેલ પેઢી માટે વોટ્સએપમાં માલનું પત્રક મોકલ્યું હતું. બાદમાં બંન્નેએ પંકજભાઈના પ્લાન્ટ ખાતે આવી વાતચીત કરી હતી. બાદમાં ઘઉં, ધાણા, વગેરેનું બિયારણ મંગાવ્યું હતું. જેના રૂ.34.09 લાખ ચૂકવવાના હતા જે ન ચૂકવતા હોવાથી બાકી પૈસાની ઉઘરાણી કરતા તેઓએ ગોળ ગોળ જવાબ આપી રહ્યા હતા. બાદમાં પંકજભાઈએ અરવલ્લી જઇ તપાસ કરતા ત્યાં પેઢી બંધ હતી અને ત્યા કોઈ બેસતુ ન હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પંકજભાઈ શેખડાએ બંન્ને શખસો ભાવેશ સચદેવ અને રમેશ ડાભી સામે રૂ.34 લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ કરતા તાલુકા પોલીસે ગુનો નોંધી વધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...