જૂનાગઢના ફુલિયા હનુમાન વિસ્તારમાં વૃદ્ધાના ઘરે જઈ વૃદ્ધાએ પહેરેલ સોનાની કળીઓને ચમકાવવાના બહાને સોનું ઓગાળી લેતી ગેંગના બે ઇસ્મોને ગણતરીની કલાકોમાં પકડી પાડતી જુનાગઢ એ ડિવિઝન પોલીસે પકડી પાડયા છે. ત્યારેબે અજાણ્યા ઇસમો દ્વારા જુના વાસણો તથા સોના ચાંદીના દાગીના ચમકાવી આપવાનું બહાનું કરી વૃદ્ધ ગીતાબેન પંડ્યા એ કાનમાં પહેરેલી સોનાની કડીઓને ચમકાવવાનું કહી બે ઇસમોએ સોનુ સાફ કરવાનું કહી ગીતાબેન પંડ્યાએ કાનમાં પહેરેલ સોનાની કડીઓ માંથી 2 ગ્રામ 130 મીલીમીટર જેટલું સોનું કેમિકલ ભેળવી અંદાજે કિં રૂ 10,000 જેટલું સોનું ઓગાળી લીધાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાય હતી. ગુન્હા ગંભીરતા ને ધ્યાને લઈ જૂનાગઢના વધુ લોકો આવી છેતરપિંડીનો ભોગ ન બને તે હેતુથી બે આ ઇસમોને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.
પી.આઈ એમ.એમ.વાઢેર દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો તૈયાર કરી. વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ CCTV કેમેરાની મદદથી બાતમી બાતમીના કેમીકલથી સોના ચાંદીના દાગીના તથા વાસણો ચમકાવવાનુ કામ કરતા ઇસમો જુનાગઢ બીલખા રોડ, જકાતનાકા પાસે આવેલ પાઠકનગર વિસ્તારમાં રહે છે.જ્યા એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા રામજીભાઇ વીલાશભાઇ શર્મા, અને જીતેન્દ્રભાઇ રાજેન્દ્રભાઇ ઠાકર નામના બે બિહારી ઇસમોને એ ડિવિઝન પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા. બંને આરોપીને એડિવિઝન પોલીસ સ્ટેશનમાં લાવી સઘન પૂછપરછ કર્યા બાદ બંને બિહારી ઇસમોએ ગુનો કર્યાનું કબૂલ્યું હતું.. જે બાબતે એ ડિવિઝન પોલીસ દ્વારા હજુ પણ કયા શહેરોમાં આ બંને ઇસમોએ લોકોને સોનુ ચમકાવવાના નામે છેતર્યા છે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.