સિંહની લટાર:માંગરોળ બંદર નજીક દરિયા કિનારે બે સિંહ ફરતા જોવા મળ્યા, લોકોમાં ડરનો માહોલ છવાયો

જૂનાગઢ5 મહિનો પહેલા
  • બન્‍ને સિંહ દરિયા સામે આરામદાયક મુદ્રામાં બેસેલ જોવા મળ્યા
  • સિંહના આંટાફેરાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ

જૂનાગઢ જીલ્‍લાના માંગરોળ શહેરના બંદર વિસ્‍તાર સુઘી જંગલનો રાજા સિંહ પહોંચી જતા લોકોમાં ગભરાટનો માહોલ પ્રસરી ગયેલ છે. માંગરોળ બંદરમાં નવી બનતી જેટી વિસ્‍તારમાં બે સિંહો આંટાફેરા મારી રહ્યાનો વીડિયો અમુક લોકોએ મોબાઇલમાં કેદ કર્યો હતો. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો લોકોના મત મુજબ માંગરોળ પંથકમાં અમુક સિંહોનો કાયમી વસવાટ હોવાથી અનેકવાર દેખા દેતા હોય છે.

શિયાળાની કડકડતી ઢંડીમાં રાત્રીના સમયે રસ્‍તાઅઓથી લઇ વિસ્‍તારો સુમસામ જોવા મળે છે. ત્‍યારે તાજેતરમાં જૂનાગઢ જીલ્‍લાના માંગરોળ શહેરમાં ગીર જંગલના રાજા એવા બે સિંહો પહોંચી આંટાફેરા કરી રહ્યાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જે અંગે જાણવા મળેલ વિગતોનુસાર વાઈરલ વીડિયો ચારેક દિવસ જૂનો કોઇ વ્‍યકિતએ મોબાઇલમાં ઉતારેલ હોઇ શકે છે. વીડિયોમાં જોવા મળતા મુજબ બે સિંહો માંગરોળ શહેરના બંદર વિસ્‍તારમાં નવી બની રહેલ જેટી આસપાસ રસ્‍તા પર આંટાફેરા કરતા જોવા મળે છે. થોડો સમય સુઘી અંઘારામાં આંટાફેરા કર્યા બાદ નવી જેટીનું ચાલી રહેલ કામના સ્‍થળે પડેલ ટેટ્રાપોલ પાસે દરીયાની સામે બંન્‍ને સિંહો આરામદાયક મુદ્રામાં બેસેલા નજરે પડ્યા હતા.

બીજા દિવસે બે સિંહો બંદર વિસ્‍તારમાં આવ્‍યા હોવાની વાત શહેરમાં પ્રસરી જતા લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળતો હતો. તો વાઈરલ થયેલા વીડિયોમાં જોવા મળતા મુજબ બે સિંહો અંઘારામાં આંટાફેરા કરી રહેલ તે સમયે સિંહોની પાછળ અમુક લોકો લાઇટનો પ્રકાશ સાથે ફરી સિંહોના ર્દશ્‍યો મોબાઇલમાં કેદ કરતા હોવાનું દેખાઇ છે. જયારે લોકોના મત મુજબ માંગરોળ પંથકમાં અમુક સિંહોના ગ્રુપનો કાયમી વસવાટ છે. ચોરવાડથી લઇ માંગરોળ થઇ માઘુપુર સુઘીના વિસ્‍તારની વચ્‍ચે આવેલ ખોડાદા જંગલ અને બારા વિસ્‍તારમાં સિંહોની કાયમી અવર-જવર રહે છે. જેથી છાશવારે સિંહો પંથકમાં આંટાફેરા કરતા જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...