જાહેર ચોકમાં વનરાજે શિકાર કર્યો:મેંદરડાના કનેડીપુરમાં બે સિંહોએ શેરીમાં પશુનું મારણ કર્યું, લોકોની હાજરીમાં જાહેર રસ્તા પર મિજબાની માણી

જુનાગઢ3 મહિનો પહેલા
  • એક દિવસ પૂર્વે બચી ગયેલ આંખલાનો બીજા દિવસે ફરી આવી સિંહોએ શિકાર કર્યો
  • રાત્રીના સમયે સિંહોના આંટાફેરાના દ્રશ્ય સીસીટીવીમાં કેદ

જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના કેનેડીપુર ગામમાં રાત્રીના સમયે જંગલના રાજા સિંહોના કાયમી આંટાફેરાથી ગ્રામજનોમાં ફફડાટની લાગણી પ્રસરી ગઈ છે. બે દિવસમાં બે વખત સિંહના આંટાફેરા દરમ્યાન બીજા દિવસે શેરીના ચોકમાં એક પશુનું મારણ કરી મિજબાની માણતા બે સિંહોના દ્રશ્યો સામે આવ્યા છે. કનેડીપુર ગામ સહિત આસપાસના ગામમાં સિંહોના ધામાથી ખેડુતો અને ગ્રામજનોમાં ફફડાટની લાગણી પ્રસરી ગઈ છે.

સિંહ શેરીમાં આંટાફેરા કરતો CCTVમાં કેદ થયો
મેંદરડા તાલુકાના કેનેડીપુર ગામમાં બે દિવસથી રાત્રીના સમયે સિંહ આંટાફેરા કરી રહ્યા છે, જેના સીસીટીવી સામે આવ્યા હતા. જેમાં પ્રથમ દિવસે સિંહ શેરીમાં લટાર મારી રહેલ તે સમયે ચોકમાં ઉભેલ આખલાને દુરથી સિંહની ભનક થઈ હોય તેમ તે ભાગી જતા બચી ગયેલ હતો. આ સમયે ત્યાં હાજર ગ્રામજનો પણ આ દ્રશ્યો જોઈ ઘડીભર અચંબીત થઈ ગયા હતા. જે ઘટનાનો સીસીટીવી વીડિયો પણ વાયરલ થઈ સામે આવ્યો છે.

આખલો સામે આવતા જ શિકાર કર્યો
બાદ બીજા દિવસે ફરી રાત્રીના સમયે ગામના પ્લોટ વિસ્તારની શેરીમાં બે સિંહો આવી આંટાફેરા કરી રહ્યા હતા. દરમ્યાન ચોકમાં એક આખલા સામે આવી જતા સિંહોએ તેનો શિકાર કરી ચોકની વચ્ચો વચ્ચ આરામથી મિજબાની માણી હતી. આ મિજબનીના દ્રશ્યો ગ્રામજનોએ કેમેરામાં કેદ કરેલ હતા. જે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

વારંવાર સિંહો આવી ચડતા ગ્રામજનોમાં ભય
અત્રે ગ્રામજનોમાં થતી ચર્ચા મુજબ ગામમાં રાત્રીના સમયે સિંહોના આંટાફેરાના દ્રશ્ય સીસીટીવીમાં કેદ થયા હતા અને તે દિવસ જે આખલો બચી ગયેલ હતો. બીજા દિવસે ફરી વાર ગામમાં આવી ચડેલ બે સિંહોએ એજ આખલાનો શિકાર કર્યો છે. આ ઘટનાના એક દિવસ પુર્વે જ બાજુના નાની ખોડીયાર ગામમાં પણ સિંહએ પશુનું મારણ કરેલ હતુ. આમ વારંવાર સિંહોના ગ્રામ્યના માનવ વસાહત વાળા વિસ્તારોમાં આંટાફેરાથી ગ્રામજનો અને ખેતરે જતા ખેડૂતોમાં ભયનો માહોલ પ્રસરી ગયેલ છે.

અન્ય સમાચારો પણ છે...