તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારણનો LIVE વીડિયો:ગાયને પછાડવા બે સાવજ લટકીને ચોંટી ગયા, જૂનાગઢમાં રોડની વચ્ચોવચ દિલધડક દૃશ્યો સર્જાયાં

જૂનાગઢ25 દિવસ પહેલા
જાહેરમાં ગાયનું મારણ કરતા બે સિંહો
  • સિંહો રસ્તાની સાઈડમાં મારણ કરી રહ્યાનું નિહાળવાનો લ્હાવો લેવા વાહનો થંભી ગયા
  • રાહદારીએ લાઈવ મારણના દ્રશ્યો મોબાઈલમાં કેદ કરી લીધા

જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં રોડની સાઈડમાં બે સિંહોએ જાહેરમાં ગાયનું મારણ કરી જંગલ તરફ લઈ જતા હોવાના દ્રશ્યો કોઈ રાહદારીએ મોબાઈલમાં કેદ કરી લીધી હતી. આ લાઈવ મારણની ઘટના જોવા લોકોનું ટોળું સ્થળ ઓર એકત્ર થઈ ગયું હતું. હાલ આ કેદ થયેલા દ્રશ્યોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

લાઈવ દ્રશ્યો નિહાળવાનો લ્હાવો લીધો

તાજેતરમાં જૂનાગઢ મહાનગરના ભવનાથ વિસ્તારમાં બે સિંહોએ આવી ચડી એક ગાયનો જાહેરમાં શિકાર કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેની વિગત મુજબ એકાદ દિવસ પહેલા રાત્રીના સમયે ભવનાથ વિસ્તારમાં બે સિંહો ચડી આવ્યા હતા. બાદમાં ટહેલતા ટહેલતા બંન્ને સિંહોએ થોડે દુર રોડની સાઈડમાં જાહેરમાં એક ગાયનું મારણ કરેલ હતું. થોડો સમય જાહેરમાં મિજબાની માણ્યા બાદ બંન્ને સિંહો રસ્તા પરથી શિકાર કરેલ ગાયને જંગલ તરફ લઈ ગયા હતા. આ સમયે રોડ પરથી પસાર થઈ રહેલા વાહનચાલકો અને રાહદારીઓ થોડા સમય માટે થંભી જઈ સિંહના મિજબાની માણતા લાઈવ દ્રશ્યો નિહાળવાનો લ્હાવો લીધો હતો. તે પૈકી અમુક લોકોએ સિંહના લાઈવ મારણ (મિજબાની) ના દ્રશ્યો મોબાઈલમાં કેદ કરી લીધા હતા. જયારે ભવનાથ વિસ્તારમાં સિંહો મારણ કરી રહ્યા હોવાની વાત મહાનગરમાં પ્રસરી જતા મોટી સંખ્યમાં લોકો મિજબાની માણતા સિંહોને જોવા ઉમટી પડયા હતા.

ખોરાકની શોધમાં સિંહો શહેર તરફ આવવા લાગ્યા

અત્રે નોંધનીય છે કે, જૂનાગઢ મહાનગરના ભવનાથ અને તળેટી વિસ્તારમાં આવેલ જંગલના બોડર એરીયામાં વારંવાર સિંહો ચડી આવી લટાર મારતા જોવા મળે છે. થોડા સમય પૂર્વે એક હોટલમાં સિંહ ચડી આવ્યાના દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યારબાદ પણ અનેકવાર ગીરનાર જંગલ આસપાસના રહેણાંક વિસ્તારમાં સિંહ આવી ચડયાના સીસીટીવી સામે આવ્યા હતા. આમ, ગીર જંગલના રાજા એવા સિંહો પણ ખોરાકની શોધમાં શહેરો સુધી પહોંચતા જોવા મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...