શૈક્ષણિક ગુણવત્તા:જૂનાગઢ પોલીટેક્નિકના બે કોર્સને મળી NBAની માન્યતા

જૂનાગઢ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇલેક્ટ્રીકલ અને સીવીલના કોર્સની શૈક્ષણિક ગુણવત્તા, પ્લેસમેન્ટ સહિતના માપદંડોમાં ખરી ઉતરી

જૂનાગઢની સરકારી પોલીટેક્નિકના ઇલેક્ટ્રીકલ અને સીવીલ ઇજનેરી એમ બે કોર્સને ન્યુ દિલ્હી સ્થિત નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશનની માન્યતા મળી છે. જૂનાગઢની સરકારી પોલીટેક્નિકના ગુણવત્તાયુક્ત આંતર્રાષ્ટ્રીય ધારાધોરણ જાળવીને અપાતા શિક્ષણને લઇ ઇલેક્ટ્રીકલ અને સીવીલના કોર્સને એનબીએની માન્યતા મળે એ માટે અરજી કરી હતી. આથી એનબીએની ટીમે બંને કોર્સની શૈક્ષણિક ગુણવત્તા, પ્લેસમેન્ટ, કોલેજમાં ઉપલબ્ધ વિવિધ સંસાધનો અને સુવિધાઓ વોશીંગ્ટન એકોર્ડ દ્વારા નક્કી કરેલા માપદંડો મુજબ છે કે કેમ તેની રૂબરૂ વીઝીટ થકી ચકાસણી કરી હતી.

જૂનાગઢ પોલીટેક્નિક તેમાં ખરી ઉતરી હતી. અને બંને કોર્સને 3 વર્ષ માટે એક્રેડિટેશન આપવામાં આવ્યું હતું. આ સાથે જૂનાગઢની સરકારી પોલીટેક્નિક એનબીએ એક્રેડિટેડ કોર્સ ધરાવતી જૂનાગઢ જિલ્લાની એકમાત્ર ડિપ્લોમા કોલેજ બની છે. આ મળવાથી અહીંના વિદ્યાર્થીઓના ડીપ્લોમાનું પ્રમાણપત્ર વિદેશમાં પણ માન્ય રહેશે. અને ખ્યાતનામ કંપનીઓમાં નોકરી મેળવવામાં સરળતા રહેશે. એમ સંસ્થાના આચાર્ય જે. એસ. દોશીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...