ફરિયાદ:મોડાસાના બે ગઠિયાએ જૂનાગઢના વેપારીને રૂા.34 લાખનો ઘૂંબો માર્યો

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢમાં ભેંસાણ ચોકડી પાસે બિયારણનું કારખાનું અને બસ સ્ટેશન પાસે ઓફિસ ધરાવતા પંકજભાઇ જમનાદાસ શેખડાએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના નંદાણા ગામના રહીશ અને અરવલ્લી જિલ્લાના મોડાસામાં ભૂમિ એગ્રો સેન્ટર નામની દુકાન ધરાવતા ભાવેશભાઇ રામજીભાઇ સચદેવ અને જામપર ગામના રમેશભાઇ રામજીભાઇ ડાભી સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જેમાં જણાવ્યું છેકે, ભાવેશે એકાદ વર્ષ પહેલાં પોતાને સોશ્યલ મીડિયા પર અલગ અલગ બિયારણનો ઓર્ડર મોકલ્યો હતો. બાદમાં રમેશ સાથે પોતાના પ્લાન્ટે પણ આવ્યા હતા. આ રીતે તેઓએ ઘઉં, ધાણાનું બિયારણ મંગાવ્યું હતું. એક વર્ષમાં જુદા જુદા વખતે તેઓએ કુલ રૂ. 34,60,015 ની કિંમતનું બીયારણ મંગાવ્યું.

જેમાં ફક્ત એક વખત રૂ. 51 હજાર બેંક ખાતામાં જમા કરાવ્યા. પણ બાદમાં રૂપિયાને બદલે ગોળ ગોળ જવાબો આપતાં પંકજભાઇને શંકા ગઇ હતી. આથી તેઓ મોડાસા ગયા હતા. પણ તેમની દુકાન બંધ હતી. દોઢેક વર્ષથી એ દુકાન બંધ હોવાનું પણ આસપાસના વેપારીઓએ જણાવ્યું હતું. આથી તેઓએ જૂનાગઢ આવી બંને સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...