ક્રાઇમ:સોનાના ચેઇનની ચીલઝડપ કરનાર 2 પરપ્રાંતીય શખ્સને દબોચી લેવાયા

જૂનાગઢ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢમાં રહી, દિલ્હીથી સાગિરતો બોલાવી જેતપુર, ગોંડલ, વેરાવળમાં ચિલઝડપ કરતા હતા
  • ​​​​​​​સોનાના 4 ચેઇન,રોકડા મળી કુલ 4,16,700નો મુદ્દામાલ કબ્જે કરાયો

ચોરીના ગુનાને અંજામ આપનારને શોધી કાઢવા રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિ તેજા વાસમશેટ્ટીની સૂચના બાદ એલસીબીએ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ખાસ કરીને સીસીટીવી ફૂટેજના આધારે આરોપી સુધી પહોંચવા પ્રયાસો હાથ ધરાયા હતા. દરમિયાન બાતમી મળી કે, જૂનાગઢના જલારામ મંદિર બાજુમાં રહેતો કરણ મહેરા નામનો વ્યક્તિ દિલ્હીથી પોતાના સાગરીતોને બોલાવી આજુબાજુના જિલ્લામાં સોનાના ચેઇનની ચિલઝડપ કરે છે.

આ ચિલઝડપ માટે જીજે 11 એઇ 8050 દ્વારા રેકી કરી બીજા બાઇક નંબર પીબી 19 જી 1958 દ્વારા ગુનો કરાય છે. બાદમાં મોબાઇલ કોપ દ્વારા બાઇકના નંબરના આધારે તપાસ કરતા આ બાઇકના માલિક તરીકે કરણ અમરસિંગ મેહરા(જલારામ મંદિર, ઝાંઝરડા રોડ, મૂળ પંજાબ) અને ખુશ્કા રણવિરસિંહ સુખજીતસિંહ(ભગતપુરા પંજાબ) હોવાનું જાણવા મળ્યું હતું.

દરમિયાન બાતમી મળી કે, આ બન્ને શખ્સો હાલ જલારામ મંદિરથી આગળ થેલા લઇને બાઇક સાથે ઉભા છે. બાદમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એચ.આઇ. ભાટી, પીએસઆઇ ડી.જી. બડવા,એ.ડી. વાળા અને સ્ટાફે જઇ બન્નેને ઝડપી લીધા હતા. દરમિયાન બન્ને પાસેથી મળી 4 ચેઇન, રોકડા રૂપિયા, 2 મોબાઇલ, 2 બાઇક મળી કુલ 4,16,700નો મુદ્દામાલ કબ્જે કરી બન્નેને બી ડિવીઝન પોલીસને સોંપ્યા છે.

અન્ય સમાચારો પણ છે...