અપહરણ બાદ દુષ્કર્મ:જૂનાગઢમાં દારૂના નશામાં બે શખ્સોએ યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું, જાનથી મારી નાખવાની ધમકી આપી

જુનાગઢ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇકો ગાડીમાં અપહરણ કરી વંથલીથી વાડલા તરફ લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું

જૂનાગઢમાં બે શખ્સો દારૂના નશામાં યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવી છે. સાત હજાર રુપિયાની લેતી દેતીમાં શખ્સો દારૂ પીને યુવતીના ઘરે ધમાલ મચાવી હચી અને ત્યારબાદ ઇકો ગાડીમાં અપહરણ કરીને વંથલીથી વાડલા તરફ લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું.

યુવતીના ઘરે જઇ ધમાલ મચાવી
જૂનાગઢમાં રહેતા બે મિત્રો હિતેન્દ્ર ઉર્ફ કાનો જોષી અને હિમાંશુ ભોગાયતે યુવતી પાસે 7000 રૂપિયાની ઉઘરાણી બાબતે ઘરે જઈ દારૂ પીધેલી હાલતમાં યુવતીના ઘરે જઈ બળજબરીથી ઈકો ગાડીમાં બેસાડી વંથલીથી વાડલા તરફ લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યાની ઘટના સામે આવી છે. આરોપી હિમાંશુનો બર્થ ડે હોય બંને આરોપી દારૂના નશામાં ધુત હતો. આરોપીઓ પોતાનું ભાન ભૂલી હિતેન્દ્ર ઉર્ફે કાનો જોશી અને હિમાયુ શાંતિલાલ ભોગાયતે ઇક્કો ગાડી લઇ દારૂ પીધેલી હાલતમાં યુવતીના ઘરે જઈ ઘરની બહાર રાડો પાડી યુવતીને પોતાના રૂપિયા આપી દેવાનું કહેતા પાડોશીઓએ ભેગા થઇ યુવતીને બહાર જઇ વાત કરવાનું કહ્યું હતું.

જાનથી મારી નાખવાની ધમકી આપી
આથી યુવતી બન્ને આરોપીની સાથે તેમની ઇક્કો ગાડીમાં બેસી જતા આરોપી ગાડી વંથલી તરફ લઈ ગયા હતા અને ગીરીરાજ હોટલ પાસે હિમાંશુનો ડે હોય જેથી ઇક્કો ગાડીમાં મરજી વિરૂદ્ધ જબરજસ્તી દારૂ પીવડાવી માર મારી દુષ્કર્મ ગુજાર્યું હતું અને કોઇને કહેશે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. આ અંગે યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને શખ્સોને ઝડપીને આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...