તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જુનાગઢમાં દસેક દિવસ પહેલા જેલ રોડ પરના બંધ રહેણાંક મકાનને ઘરફોડીની ઘટનાને અંજામ આપનાર ધોરાજીના બે તસ્કરોને બાતમીના આઘારે એલસીબીએ ઝડપી લઇ ચોરીનો ભેદ ઉકલ્યો છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગતોનુસાર જેલ રોડ પર અલહરમ એપા.ની સામે ડેલામાં રહેતો પરિવાર મકાન બંધ કરી ગત તા.19 થી 21 ડીસે. બે દિવસ મહેસાણાના ઉનાવા ખાતે દર્શન અર્થે ગયેલ હતો. આ સમયગાળામાં અજાણ્યા તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી મકાનમાંથી રૂ.40 હજાર રોકડા, સોનાનો સેટ, પેન્ડલ, બુટી સહિતના દાગીના ચોરી કરી ગયા હતા. જે અંગે એ ડીવીઝનમાં મકાન માલીકે ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમશેટીની સુચનાથી જુદી-જુદી ટીમો તપાસ કરી રહી હતી. દરમ્યાન એલસીબીના વિક્રમ ચાવડા અને સાહિલ સમાને ધોરાજી રહેતા અને જુનાગઢની વાલી એ સોરઠ દરગાહ નજીક આવતા બે શખ્સોએ ઘરફોડીને અંજામ આપ્યો હોવાની બાતમી મળી હતી.
જેથી બન્નેને ઝડપી લેવા સ્ટાફ વોચમાં રહેલ દરમ્યાન ચાલીને આવી રહેલ જાવીદ પીંજારા, રફીકમીયા સૈયદ બંન્ને રહે.ધોરાજીવાળાને ઝડપી લઇ પુછપરછ હાથ ઘરતા ચારેક માસ પહેલા સાહિલ ઉર્ફે નાનુડો હસન સીડા સાથે મળી સુખનાથ ચોક પાસે અલહરમ એપા.ની સામે ઓલ ડેલામાં રાત્રી દરમ્યાન મકાનના તાળા તોડી ચોરી કરેલ હોવાની કબુલાત આપી હતી. બન્ને પાસેથી રૂ.9 હજારનો રોકડા તથા મુદામાલ કબ્જે કરવામાં આવેલ હતા. આ ઘરફોડીમાં પકડાયેલ જાવીદ પીંજારા સામે અગાઉ પઘુમનનગર અને ધોરાજી પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળેલ હતુ.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.