કર્મચારીઓનું બેલેટ મતદાન:જૂનાગઢ જિલ્લાના કર્મચારીઓ માટે બે દિવસ બેલેટ પેપરથી મતદાનની કામગીરી શરૂ કરાઇ

જુનાગઢ15 દિવસ પહેલા

2022 ની વિધાનસભા ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે ત્યારે આજથી ત્રણ દિવસ માટે દિવ્યાંગો તેમજ કર્મચારીઓ અને વર્ગ 4 ના કર્મચારીઓ માટે બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું હતું. જુનાગઢ જિલ્લાના વિધાનસભા બેઠકોમાં જે કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા છે તે મતદાનથી વંચિત ન રહે તે માટે બેલેટ પેપર થી મતદાન કરવામાં આવ્યું હતું. ઉપરાંત આવતીકાલે જુનાગઢ ના તાલુકા સેવાસદન ખાતે પોલીસ કર્મચારીઓ જે ફરજ ઉપર તૈનાત કરવામાં આવ્યા છે.તેનું મતદાન કરવામાં આવશે.

આ ઉપરાંત દિવ્યાંગો માટે પણ આવતીકાલે મતદાન કરી શકશે તેમજ તારીખ 24 ના રોજ વધારાનો દિવસ રાખ્યો છે કે જેમાં કોઈ કર્મચારીઓ બાકી રહી ગયા હોય તે મતદાન કરી શકશે ઉપરાંત કેટલાક કર્મચારીઓ ને પોસ્ટ થી બેલેટ પેપર મોકલી આપવામાં આવશે અને તે મતદાન કરી બેલેટ પેપર ફરીથી પોસ્ટ કરી દેશે આવી રીતે જુનાગઢ વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.

ચૂંટણીમાં શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે લાંબા સમયથી સરકારી કર્મચારીઓ કાર્યરત હોય છે. તેવામાં સરકારી કર્મચારીઓ પણ મતદાન પ્રક્રિયામાં ભાગ લઈ શકે તે માટે ચૂંટણી પંચ તેમના માટે પણ અલગ પ્રકારની મતદાન પ્રક્રિયા હાથ ધરી છે. તેના ભાગરૂપે મતદાનની પરંપરાગત પદ્ધતિ એવી બેલેટ વોટિંગ દ્વારા સરકારી કર્મચારીઓએ મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...