તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સજા:તાલાલામાં વર્ષ 2018માં સગીરા પર થયેલા દુષ્કર્મ મામલે બે આરોપીને 14 વર્ષની સજા અને દંડ

વેરાવળ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પીડિતાને સરકારી યોજના હેઠળ વળતરની ચુકવણી કરવા આદેશ

તાલાલા પંથકમાં લલચાવી ફોસલાવી સગીરા પર ગુંદરણ ગામના બે શખ્‍સોએ દુષ્‍કર્મ આચર્યાના ગુનામાં સ્‍પે. પોસ્‍કો કોર્ટે બંન્‍ને આરોપીઓને 14 વર્ષની સખ્‍ત કેદની સજા અને 17 હજારનો દંડ ફટકારતી સજાનો હુકમ કરેલ છે. વઘુમાં આ મામલે પીડિતાને સરકારની યોજના હેઠળ રૂ.6 લાખનું વળતર ચૂકવવા પણ કોર્ટે આદેશ કર્યો છે.

આ ચુકાદા અંગે સરકારી વકીલ કે.પી.પંડયાએ જણાવેલ કે, વર્ષ 2018 માં ગુંદરણ ગામના બાલુ અરશી પટાટ (ઉ.વ.58)એ લાલચ આપી સગીરાને પોતાના ઘરે બોલાવી એકલતાનો લાભ લઇ બળજબરીથી દુષ્‍કર્મ કર્યા બાદ વઘુ પાંચેક વખત દુષ્‍કર્મ કરેલ હતુ. ત્‍યારબાદ સગીરાને ગુંદરણના જ રમેશ કાળા કછોટ (ઉ.વ.28)એ પણ લગ્‍ન કરવાની લાલચ આપી ત્રણ મોબાઇન ફોન આપી બળજબરીથી દુષ્‍કર્મ આચરી જાનથી મારી નાંખવાની ઘમકી આપી હતી.

જે અંગે સગીરાના પીતાએ તાલાલા પોલીસમાં બંન્‍ને સામે ફરીયાદ નોંઘાવી હતી. જેની તપાસ પીએસઆઇ એ.પી.સોલંકીએ કરી આરોપીઓ સામે ઇપીકો અને બાળકોને જાતીય રક્ષણ આપવાના અઘિનિયમની કલમો મુજબનું ચાર્જશીટ વેરવળની સ્‍પે.પોસ્‍કો કોર્ટમાં રજુ કરેલ હતુ.

કોર્ટમાં કેસ શરૂ થતા સરકારી વકીલ કે.પી.પંડયાએ 26 સાહેદોને બોલાવી મુખજુબાની લીઘેલ હતી. જેમાં ફરીયાદી, સાહેદો, પંચ વિટનેસ, ડોકટર અને પોલીસનો સમાવેશ હતો. કોર્ટમાં 26 જેટલા દસ્‍તાવેજી પુરાવાઓ રજુ કરી દલીલો કરતા જણાવેલ કે, સમાજમાં દિકરીઓ સલામત રહે તે માટે સરકારએ સ્‍પે.પોસ્‍કો એકટની જોગવાઇઓ કરેલી છે. સગીરાઅ. જુબાની આપેલી તે માત્ર પુરતી છે તેમ છતાં મેડીકલ એવીડન્‍સ સહિતનાએ સમર્થન કરતી જુબાની આપેલી છે. સગીર વયની દિકરીઓને લાલચ આપી, ફોસલાવી પટાવી તેની ઇચ્‍છા વિરૂઘ્‍ઘ દુષ્‍કર્મ કરી સામાજીક રીતે ભોગ બનનારનું અસ્‍તીત્‍વ ખતમ કરી નાંખવાના કૃત્‍યને હળવાશથી લઇ શકાય નહીં. જેથી બંન્‍ને આરોપીઓને તકસીરવાન ઠેરવવા જોઇએ.

બંન્‍ને પક્ષોની દલીલોને સાંભળીને સ્‍પે.પોસ્‍કો કોર્ટના જજ બી.એલ.ચોઇથાણી સાહેબએ આરોપીઓ બાલુ અરશી પટાટ અને રમેશ કાળા કછોટને અલગ અલગ કલમ તળે 14 વર્ષની સખ્‍ત કેદની તથા રૂ.17 હજારના દંડની સજા કરતો હુકમ કરેલ હતો. આ સાથે પીડિતાને સરકારની યોજના તળે રૂ.6 લાખનું વળતર ચૂકવવા પણ કોર્ટે આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો