તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:જૂનાગઢ અને માંગરોળમાં બે બાળલગ્ન અટકાવવામા આવ્યા, એક તરુણીને શિશુમંગલ સંસ્થામાં આશ્રય અપાયો

જૂનાગઢ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાં બાળ લગ્ન સ્થળે પહોંચેલ અધિકારીઓ - Divya Bhaskar
જૂનાગઢમાં બાળ લગ્ન સ્થળે પહોંચેલ અધિકારીઓ
  • જૂનાગઢ બાળ સુરક્ષા વિભાગ દ્વારા કાર્યવાહી કરવામા આવી

જૂનાગઢમાં તરૂણીના બાળલગ્ન અટકાવવામાં આવેલ આ કિસ્સામાં તરૂણી તેના માતાના કહેવામાં ન હોવાથી તેણીને શિશુમંગલ સંસ્થામાં આશ્રય આપ્યો હતો. જયારે માંગરોળમાં પણ થઈ રહેલ તરૂણીના બાળલગ્ન અટકાવવામાં આવ્યા હતા.

જૂનાગઢ બાળ સુરક્ષા વિભાગને ગઈકાલે શહેરમાં રામાપીરના મંદિર વિસ્તારમાં બાળ લગ્ન થઈ રહ્યા હોવાની બાતમી મળી હતી. જેના આધારે જૂનાગઢ જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી નયનાબેન પુરોહિત, જિલ્લા બાળ સુરક્ષા એકમના આર.સી.મહિડા, લીગલ કમ પ્રોબેશન ઓફિસર કિરણબેન રામાણી તેમજ જૂનાગઢ એ ડિવિઝન પી.આઇ. ચૌધરી દ્વારા બાળ લગ્નની અંગે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં દિકરી નાની હોવા ઉપરાંત માતાના કહેવામાં ન હોવાથી દિકરીને શહેરની શિશુમંગલ સંસ્થા ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો.

જ્યારે માંગરોળના કામનાથ ચોકમાં બાળલગ્ન થતા હોવાની માહિતી મળતા બાળગ્ન પ્રતિબંધક અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા એકમના આર.સી. લીગલ કમ પ્રોબેશન અધિકારી સ્થળ પર દોડી જઇ તપાસ હાથ ધરેલ હતી. લગ્નમાં દિકરીની ઉંમર નાની હોવાનું ખુલતા નિયમોનુસાર દિકરીના બાળલગ્ન અટકાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...