બસ અને બાઈક વચ્ચે અકસ્માત:કેશોદના અગતરાય રોડ પર સર્જાયેલા અકસ્માતમાં બે બાઈકસવારો ઈજાગ્રસ્ત થયા

જુનાગઢ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાત્રિના સમયે કેશોદ શહેરના મુખ્ય માર્ગ પર આવતી ખાનગી કંપનીની ટ્રાવેલ્સે રવિ કુકડિયા અને પાર્થ ગોંડલિયા નામના યુવકોને ઘરે જતા સમયે અડફેટે લીધા હતા.ખાનગી ટ્રાવેલ્સ દ્વારા ટુ વ્હીલર ચાલકોને હડફેટે લેતા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં. તો બીજી તરફ રોડ પર લોકો ભેગા થઈ ગયા હતા.અને બંને ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા.

ત્યારે અકસ્માતની ઘટનાની જાણ થતા.કેશોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ખાનગી બસ કબ્જે કરી પોલીસ સ્ટેશન લઈ જવાઈ હતી.અને ટ્રાવેલ્સમાં બેસેલા મુસાફરો રઝડી પડતાં ટ્રાવેલ્સ કંપની દ્વારા બીજા બસની વ્યવસ્થા કરવામાં આવી હતી.ત્યારે કેશોદ પોલીસે ખાનગી ટ્રાવેલ્સ ચાલક વિરૂધ્ધ ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી કરવા તપાસ હાથ ધરી છે.