તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોમિયોગીરી સામે લાલ આંખ:સોમનાથમાં જીઆઇડીસીમાં જાહેરમાં બિભત્‍સ ચેનચાળા કરતા બે શખ્‍સો ઝડપાયા

વેરાવળ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • યાત્રાઘામ નગરીમાં વકરી રહેલી રોમિયોગીરીને ડામી દેવા પોલીસે લાલ આંખ કરી

સોમનાથમાં જીઆઇડીસીમાં જાહેરમાં બિભત્‍સ ચેનચાળા કરવા બદલ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બે યુવકોને ઝડપી લઇ ગુનો નોંઘી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. યાત્રાઘામ નગરીમાંથી રોમિયોગીરીની પ્રવૃતિને ડામી દેવા પોલીસ કટીબદ્ધ હોય તેમ એક જ દિવસમાં રોમિયોગીરી કરતા બે શખ્‍સોને ઝડપી લઇ પોલીસે કડક સંદેશ આપ્‍યો છે.

પોલીસમાંથી પ્રાપ્‍ત વિગતોનુસાર ગઇકાલે સાંજના સમયે સોમનાથમાં વેણેશ્વર મંદિર રોડ પર નિકળતી મહિલાઓ સામે બાઇક પર બેસી જાહેરમાં બિભત્‍સ ઇશારા ચેનચાળા કરી રહેલા કાનજી ભીમા ચુડાસમા રહે.પ્રભાસપાટણવાળાને ઝડપી લીઘો હતો. જ્યારે બીજા શખ્‍સને જીઆઇડીસીની કંપનીઓમાં કામ કરતી મહિલાઓના સાંજના છૂટવાના સમય કેસ્‍ટ્રલોક કંપનીની પાછળના રોડ પર બાઇક પર બેસી જાહેરમાં બિભત્‍સ ઇશારા ચેનચાળા કરી રહેલ દિપક નાનજી ચુડાસમા રહે. આંબેડકર નગર વાળા શખ્‍સને ઝડપી લીધો હતો. બન્‍ને શખ્‍સો સામે જીપીએક્ટ 110, 117 મુજબ ગુનો નોંધી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

અત્રે નોંધનીય છે કે, છેલ્‍લા ઘણા સમયથી શહેરના જીઆઇડીસી સહિત જ્યાંથી મહિલા-યુવતિઓની કાયમી અવર જવર રહે છે. તેવા સ્‍થળોએ અસામાજીક તત્‍વો રોમિયોગીરી કરતા હોવાની રાવ અનેકવાર સામાજિક કાર્યકરો પોલીસ તંત્રને કરી રહ્યા હતા. જેને લઇ પોલીસે પણ પેટ્રોલિંગ વધારતા જ એક દિવસમાં રોમિયોગીરી કરતા બે શખ્‍સોને ઝડપી લઇ પ્રભાસપાટણ પોલીસે રોમિયોગીરી પ્રવૃતિને ડામી દેવા કટીબદ્ધ હોવાનો પરચો આપ્‍યો હોવાનું જાણકારો જણાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો