ગીર સોમનાથના પ્રાંચી ખાતે આવેલ બેંક ઓફ ઇન્ડીયા તથા એસબીઆઇ બેંકની બ્રાંચોમાં ઉપરા-છાપરી ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયેલ હતો. આ ચોરીની ઘટનામાં તસ્કરોએ એસબીઆઇ બેંકની બહાર દરવાજાની દીવાલ પર તસ્કરોએ એસબીઆઇ NEXT DAY તેવું લખીને ચેલેન્જ આપી પોલીસને પડકાર ફેકયો હતો. જે ઘટના અંગે એલસીબીએ બાતમીના આઘારે એક સગીર સહિત બે શખ્સોને ઝડપી લઇ ઘોરણસરની કાર્યવાહી હાથ ઘરી છે.
પકડાયેલા આરોપીઓ થોડા સમય પૂર્વે રાજકોટ ખાતે બેંકમાં ચોરી કરવા ગયેલ ત્યારે પોલીસએ ઝડપી લીઘા બાદ તાજેતરમાં છુટી ફરી ગીર સોમનાથની બેંકોને નિશાન બનાવેલ પરંતુ તેમનો પ્રયાસ નિષ્ફળ રહયો હતો.
ગીર સોમનાથ જીલ્લાના પ્રાંચી તીર્થ ખાતે બેએક મહિના પૂર્વે એસબીઆઇ અને બેંક ઓફ ઇન્ડીયાની બ્રાંચોમાં જુદા-જુદા દિવસોએ રાત્રી દરમ્યાન ચોરીનો પ્રયાસ થયેલ હતો. જો કે, તસ્કરોને બંન્ને બેંકોમાંથી કંશુ હાથ લાગ્યુ ન હોવાથી તોડફોડ કરી નુકશાન પહોચાડયુ હતુ. આ અંગે બેંક દ્રારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ અઘિકારીઓએ જે તે સમયે સ્થળ વિઝીટ કરી ગુનો નોંઘેલ હતો. જો કે, આ ચોરીના નિષ્ફળની ઘટનામાં એસબીઆઇ બેંકમાં થયેલ પ્રયાસ દરમ્યાન તસ્કરોએ બેંકની બહાર દરવાજાની બાજુની દીવાલ પર NEXT DAY તેવું લખીને પોલીસને ખુલ્લો પડકાર ફેકયો હતો. તેમ છતાં સ્થાનિક સુત્રાપાડા પોલીસ તસ્કરોના સગળ મેળવવામાં નિષ્ફળ રહી હોય તેમ ઘટનાના એકાદ માસથી વઘુ સમય વિતી જવા છતાં તસ્કરો હાથમાં આવ્યા ન હતા.
જેથી આ ચોરીનો ભેદ ઉકેલવા એેલસીબીની ટીમએ બેંકના સીસીટીવી ખંગાળવાનું શરૂ કરેલ હતુ. દરમિયાન બેંક ચોરીના પ્રયાસમાં સીસીટીવી ફુટેજમાં જોવા મળેલ શંકમદ શખ્સો પ્રાંચીથી વેરાવળ તરફ આવી રહેલ હોવાની ચોકકસ બાતમી મળી હતી. જેના આધારે એલસીબીના પીએેસઆઇ કે.જે.ચૌહાણએ સ્ટાફને વોચમાં ગોઠવ્યો હતો. તે સમયે ત્યાંથી પસાર થઇ રહેલ એક સગીર તથા તેની સાથે રહેલ જયેશ ઉર્ફે ડેવીસ વીઠલભાઇ ઝાલા (ઉ.વ.19) રહે.વાસાવડને શંકાના આઘારે રોકાવી આગવી ઢબે પુછપરછ હાથ ઘરી હતી. જેમાં બંન્નેએ બંન્ને બેંકોની શાખામાં ચોરી કરવાની કબુલાત આપી હતી. આ ચોરી હોલીવુડ મુવી 'AS YOU SEE ME' નિહાળી તેમાંથી પ્રેરણા લઇ દિવસના બેંકની રેકી કરી હતી. બાદમાં રાત્રીના ચોરી કરવા ગયા હતા. વઘુમાં આ બંન્ને શખ્સો અગાઉ એકાદ માસ પહેલા રાજકોટ ખાતે પણ એસ.બી.આઇ. બેંકમાં ચોરી કરવા ગયેલ જે ગુનામાં તેaની ભકિતનગર પોલીસે પકડેલ હોવાનું જણાવેલ હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.