તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનશન પૂર્ણ:વેરાવળમાં બાર દિવસથી હિન્‍દુ સંગઠનના પ્રમુખની માંગણી અંગે રજૂઆતની ખાતરી મળતા અનશનનો અંત

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માગણી સંદર્ભે સરકારમાં રજૂઆતની ખાતરી આપવામા આવી

વેરાવળમાં ગૌહત્યા અને ગૌ તસ્કરીના આરોપીઓને ગુજસીટોક કાયદા હેઠળ કડક સજા કરાવવાની માંગ સાથે હિન્‍દુ યુવા સંગઠનના પ્રમુખ બાર દિવસથી આમરણ અનશન પર બેસેલા હતા. જેને આજરોજ સાંસદ, ભાજપના પ્રદેશમંત્રી અને જીલ્‍લા પ્રમુખએ હિન્‍દુ સંગઠનની માંગણીના સમર્થનમાં રાજય સરકારમાં યોગ્‍ય રજુઆત કરશે તેવી ખાત્રી આપી પારણા કરાવ્‍યા હતા.

વેરાવળમાં રીંગરોડ પર હનુમાન મંદિરના પરીસરમાં છેલ્‍લા બાર દિવસથી અનશન પર બેસેલા હિન્‍દુ યુવા સંગઠનના પ્રમુખ જતીનબાપુની માંગણી સંદર્ભે આજરોજ સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ભાજપના પ્રદેશ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર, જીલ્‍લા ભાજપ પ્રમુખ માનસીંગ પરમાર બપોરના ઉપવાસ છાવણીની મુલાકાતે ગયા હતા. જયાં હિન્‍દુ સંગઠનની માંગણી સંદર્ભે સમર્થન રૂપી 14 મુદાઓની આગામી સમયમાં રાજય સરકારને રજુઆત કરવાની ખાત્રી આપી હતી. જેથી આ સમયે હાજર હિન્દુ યુવા સંગઠનના અધ્યક્ષ રધુવીરસીંહ જાડેજા સહિનાની હાજરીમાં ભાજપના નેતાઓએ ઉપવાસી જતીનબાપુને જયુસ પીવડાવીને આમરણ અનશનનો સુખદ અંત કરાવેલ હતો. ત્‍યારબાદ હિન્‍દુ સંગઠનના હોદેદારો અને કાર્યકરોએ હનુમાનજીના મંદિરેથી ટાવરચોકમાં એકત્ર થઈને આજ રોજ સંવિધાન ના રચિયતા ડો.બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતિ નિમિતે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પહાર કરેલ હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો