હાલાકી:મેઘાણી નગરમાં જૂની ગટર બંધ કરી નવી ચાલુ કરો

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂની ગટરની ચેમ્બર ભરાઇ જતા ગંદકીનો નિકાલ અટક્યો, હાલાકી

શહેરના મેઘાણી નગરમાં જૂની ગટરના બદલે નવી ગટર ચાલુ કરવા માંગ કરાઇ છે. આ અંગે મેઘાણીનગરના સ્થાનિક રહેવાસી ધીરેનભાઇ પંડયાએ જણાવ્યું હતું કે, અહીંની જૂની ગટરની ચેમ્બર ભરાઇ ગઇ છે પરિણામે ગંદકીની નિકાલ અટકી ગયો છે. વળી, કેટલાક લોકોએ જૂની ગટરના પાઇપમાં છીંડા પાડી દીધા છે પરિણામે પાઇપ લાઇન તૂટી જતા ગંદકી બહાર આવી રહી હોય આ વિસ્તાર ગંદકીથી ખદબદી રહ્યો છે.

ચેમ્બર ભરાઇ જતા તીવ્ર ગંદી વાસ આવે છે, ગંદકી ફેલાતા મચ્છરોનો ત્રાસ પણ વધી રહ્યો છે. પરિણામે મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની પણ સ્થાનિક લોકો ભીતી સેવી રહ્યા છે. ત્યારે મહાનગરપાલિકાના જવાબદાર અધિકારી આ વિસ્તારની મુલાકાત લઇ સ્થિતીજની જાત માહિતી મેળવે અને જૂની ગટર બંધ કરી નવી ગટર ચાલુ કરાવે તેવી સ્થાનિક લોકો વતી ધીરેનભાઇ પંડયાએ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...