આયોજન:રવિવારે રસ્સા ખેંચ, લીંબું ચમચી, કોથળા દોડ, સંગીત ખુરશીની રમતો

જૂનાગઢ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢમાં રોટરી ક્લબ દ્વારા ધમાલ ગલીનું આયોજન
  • મોબાઇલ પડતો મૂકી પારંપારિક રમતો તરફ વાળવા પ્રયાસ

જૂનાગઢમાં રોટરી ક્લબ દ્વારા રવિવારે ધમાલ ગલીનું આયોજન કરવામાં આવ્યું છે. આમાં મોબાઇલને પડતો મૂકી બાળકોને પારંપારિક રમતો તરફ વાળવા પ્રયાસ કરાશે. સાથે બાળકોના વાલીઓને પણ રમતો રમાડવામાં આવશે. આ અંગે રોટરી ક્લબના પ્રોજેકટ ચેરમેન પ્રશાંત દેસાઇ અને કો. ચેરમેન બીપીન કણસાગરાએ જણાવ્યું છે કે, શહેરની રાજલક્ષ્મી પાર્ક સોસાયટી, રિલાયન્સ મોલ સામે રવિવાર, 6 માર્ચના, સાંજના 4થી 7 દરમિયાન ધમાલ ગલી યોજાશે.

આમાં ખાસ કરીને રસ્સીખેંચ, લીંબુ ચમચી, કોથળા દોડ, લખોટી, લંગડી, ટાયર દોડ, સંગીત ખુરશી, જુમ્બા ડાન્સ સહિતની રમતો રમાડવામાં આવશે. ખાસ કરીને બાળકો મોબાઇલના વળગણમાંથી બહાર આવી પારંપારિક રમતો રમે જેથી શારીરીક, માનસિક સ્ફૂર્તિ જળવાઇ રહે અને તેનો સર્વાંગી વિકાસ થાય તે મુખ્ય હેતુ છે.

સાથે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા હોય મનપાના કમિશ્નર રાજેશ તન્નાના માર્ગદર્શનમાં ક્લીન ઇન્ડિયા અને સ્વચ્છતા મિશન હેઠળ સૂકો અને ભીનો કચરો અલગ કરવાની પણ સ્પર્ધા યોજાશે. બાળકો સાથે તેમના વાલીઓને પણ રમતો રમાડવામાં આવશે. વિજેતાને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. ત્યારે જૂનાગઢની જનતાને આ કાર્યક્રમમાં જોડાવા રોટરી ક્લબના ગિરીશભાઇ પ્રજાપતિએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...