ભગવાનના પ્રસાદને લઇને જે ચર્ચાઓ થોડા સમયથી ઉઠી રહી છે ત્યારે ગરીબી, મોંઘવારી જેવા જટિલ મુદ્દાથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે શાસકો દ્વારા કોશિષ થઇ રહી હોવાનો આક્ષેપ થયો છે. આ અંગે કિશોરભાઇ હદવાણીએ જણાવ્યું હતું કે,આજે ગુજરાતનો સળગતો પ્રશ્ન મોંઘવારી, બેરોજગારી નથી, સરકારી શાળાઓ બંધ થઈ રહી છે.
એ નથી, સ્કૂલો લાખોમાં ફી લઈ રહી છે જે સામાન્ય માણસને પરવડે એવી નથી એ નથી, ઉદ્યોગપતિઓ અબજો ખર્વો રૂપિયા બેંકોને પાછા આપી નથી રહ્યા એ નથી, ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે એ નથી, હજારોની સંખ્યામાં દેશનું યુવાધન કેનેડા-ઓસ્ટ્રેલિયા ભાગી રહ્યું છે એ નથી.
પરંતુ આજે ગુજરાતનો સળગતો પ્રશ્ન મંદિરના પ્રસાદમાં શું ફેરફાર થયો તે બની રહ્યો છે! ખરેખર તો 93 વરસથી સાયન્સમાં એકપણ નોબલ નથી મળ્યું, પ્રથમ 100 માં આવે એવી એક પણ યુનિવર્સિટી નથી, ઓલમ્પિકમાં ગોલ્ડ માટે ફાંફાં મારવા પડે છે. ત્યારે આ મામલે દેશભરમાં ચર્ચા થવી જોઇએ અને તે બાબતે કામગીરી પણ થવી જોઇએ. દેશના વિકાસ માટે શિક્ષણ, આરોગ્ય, રોજગારી, આવાસ, પાણી,રસ્તા જેવી અનેક પ્રાથમિક જરૂરિયાત છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.