ક્રાઈમ:કરેણી ગામે નજીવી બાબતે યુવાન પર લાકડી વડે હુમલો

જૂનાગઢ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાને ઢીકાપાટુનો માર માર્યો,સામ સામી ફરિયાદ

કેશોદ પંથકના કરેણી ગામે રહેતાં જયદીપ મનસુખ મકવાણા કડીયા કામ કરતો હોય જેમની ખોટી વાતો કરી કામે જવા દેતા ન હોય જે બાબતે ઠપકો દેવા જતા કમલેશ રાજા મકવાણાએ લાકડી વડે હુમલો કર્યો હતો જ્યારે વશરામ બાબુ મકવાણાએ કુહાડીનો ઘા માર્યો હતો.તેમજ શાપરભાઈ પર બાબુ માવા મકવાણાએ ખિલાસળી વડે હુમલો કર્યો હતો જ્યારે જીવતીબેને લક્ષ્મીબેનને ઢીકાપાટુનો માર માર્યો હતો.જેથી પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.જ્યારે વશરામ બાબુ મકવાણાએ નોંધાવેલી ફરિયાદ મુજબ,મનસુખે વશરામ પર લાકડી વડે હુમલો કર્યો હતો તેમજ કમલેશ રાજા મકવાણાને પણ લાકડી વડે માર માર્યો હતો આ ઉપરાંત જીવતીબેનને  ઢીકાપાટુનો માર માર્યો હતો.જેથી મનસુખ,લક્ષ્મીબેન,જયદીપ વિરૂદ્ધ પણ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...