તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:જૂનાગઢના ટ્રેઝરર 96 હજારની કિંમતના સ્ટેમ્પ ભૂલી ગયા

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે નેત્રમ વિભાગની મદદથી શોધી કાઢ્યા

જૂનાગઢ ગાંધીગ્રામ પોસ્ટ ઓફીસમાં ટ્રેઝરર તરીકે ફરજ બજાવતા કર્મચારીથી સ્ટેમ્પ પેપર ક્યાય ભૂલી ગયા હતાં. આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે નેત્રમ વિભાગની મદદથી સ્ટેમ્પ પેપર શોધી આપ્યા હતાં.મળતી વિગત મુજબ, ગાંધીગ્રામ પોસ્ટ ઓફીસમાં ટ્રેઝરર તરીકે ફરજ બજાવતા આયુબભાઇ હુસેનભાઇ સીડા, ટ્રેઝરી ઓફીસે સ્ટેમ્પ લેવા ગયા હતાં. બાદ કચેરીએ પહોંચ્યા હતાં, ત્યારે ધ્યાનમાં આવ્યું કે, સ્ટેમ્પના ત્રણ પેકેટ જેની કિંમત 96 હજાર કોઇ જગ્યાએ ભૂલી ગયા છે. આ અંગે સી ડિવીઝન પોલીસને જાણ કરી હતી.

બાદ એસપી રવિતેજા વાસમ શેટ્ટી અને ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં પીએસઆઇ પી.જે. બોદરે નેત્રમ શાખનો કોન્ટેક કર્યો હતો. સીસીટીવી ફૂટેજના આધાર ઝીણવટભરી તપાસ કરતા રીક્ષા નંબર. જીજે. 11યુયુ 8580માં પેકેટ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. પોલીસે રીક્ષા માલિકને શોધી સ્ટેમ્પના પેપર મૂળ માલિકને પરત કર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો