તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:ટ્રાન્સપોર્ટ એસોસિએશનના ભાડાના મુદ્દે મડાગાંઠ સર્જાતા 2 દિવસ કામગિરી બંધ, યાર્ડમાં 31,000 ગુણી માલનો ભરાવો

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચેરમેને સમાધાન કરાવતા આજથી માર્કેટીંગ યાર્ડની કામગીરી ફરી શરૂ થશે

જૂનાગઢના માર્કેટીંગ યાર્ડમાં ટ્રક ભાડાના મુદ્દે મડાગાંઠ સર્જાતા 2 દિવસ યાર્ડની કામગીરી બંધ રહી હતી. પરિણામે 31,000થી વધુ ગુણી માલનો ભરાવો થયો હતો. જોકે, ગુરૂવારે ચેરમેને બેઠક કરી સમાધાન કરાવતા શુક્રવારથી ફરી રાબેતા મુજબ યાર્ડની કામગીરી શરૂ થશે. આ અંગે યાર્ડના ઇન્ચાર્જ સેક્રેટરી પી.એસ. ગજેરાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ ટ્રક એસોસિએશને જણાવ્યું હતું કે, માલ ભરો તો અમારા ટ્રકમાંજ ભરવો. આ મુદ્દે જૂનાગઢ ટ્રક એસોસિએશન, માર્કેટિંગ યાર્ડ વેપારી એસોસિએશન અને સિંગદાણા એસોસિએશન વચ્ચે મડાગાંઠ સર્જાઇ હતી.

પરિણામે વેપારીઓએ છેલ્લા 2 દિવસથી હરરાજી બંધ કરી દીધી હતી. હરરાજી બંધ થતા યાર્ડમાં ધાણાની 15,000 ગુણી, તલની 6,000 ગુણી, તુવેરની 5,000 ગુણી તેમજ મગફળી, ઘઉં, મગ, સોયાબિન મળી 5,000 ગુણી સહિત કુલ 31,000 ગુણીથી વધુ માલનો ભરાવો થયો હતો. બાદમાં ચેરમેન કિરીટભાઇ પટેલે બેઠક કરી સમાધાન કરાવ્યું હોય શુક્રવારથી યાર્ડમાં ફરી હરરાજી થશે. તેમ છત્તાં કોઇ ઇશ્યુ થાય તો પોલીસ પણ બોલાવવામાં આવશે તેમ મિટીંગમાં નિર્ણય કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...