તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વનરાજાને ઝાઝા વધામણાં:જૂનાગઢના સક્કરબાગ ઝૂનો ત્રાકુડા સિંહ હવે 14 બચ્ચાંનો પિતા બન્યો, CCTVથી સતત મોનિટરિંગ ચાલુ

જૂનાગઢ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ડી-2 સિંહણને ત્રાકુડા સાથેના મેટીંગથી 2 બચ્ચાં જન્મ્યાં
 • દેખરેખ માટે સીસીટીવીથી મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે

જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં રહેલી સિંહણ ડી 2 અને 10 વર્ષના ત્રાકુડા સિંહ થકી બે બચ્ચાંનો જન્મ થયો છે. બંને બચ્ચાં માદા હોવાનું અને ત્રણેય માતા-બચ્ચાં તંદુરસ્ત હોવાનું ઝૂના અધિકારીઓએ જણાવ્યું છે. જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં 6 વર્ષ પહેલા અમરેલીના ત્રાકુડા નામના વિસ્તારમાંથી સિંહને રેસ્ક્યુ કરીને લાવવામાં આવ્યા હતા. આથી આ સિંહનું નામ ત્રાકુડા રાખવામાં આવ્યું છે.

આ સિંહ થકી અલગ-અલગ સિંહણોએ અત્યાર સુધીમાં 12 બચ્ચાને જન્મ આપ્યો છે. 11 વર્ષના ત્રાકુડાના જુદી જુદી સિંહણ સાથે મિલનથી ઝૂમાં સિંહોનું સંવર્ધન સફળ રહ્યું છે. ત્યારે વધુ એક વખત ત્રાકુડા થકી સિંહણ ડી-2 ના મિલનથી વધુ 2 બચ્ચાં જન્મ્યા છે. તેની દેખરેખ માટે સીસી ટિવી કેમેરાથી મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. સાથે સિંહણના ખોરાકમાં પણ વધારો કરી દેવાયો છે.

ડી-1 સિંહણે આજ સુધીમાં 6 બચ્ચાંને જન્મ આપ્યો છે
9 માસ પહેલાં સક્કરબાગ ઝૂમાં સમયાંતરે 21 સિંહબાળનો જન્મ થયો હતો. તેમાં ડી-1 નામની સિંહણે કુલ 6 બચ્ચાંને જન્મ આપ્યો હતો. આ ઉપરાંત ડી-4 નામની સિંહણે 4 જ્યારે ડી-8, ડી-11, ડી-13 સિંહણે 3-3 બચ્ચાંને જન્મ આપ્યો હતો. જ્યારે ડી-12 સિંહણે બે બચ્ચાંને જન્મ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો