તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાલીમ:વેરાવળમાં 'પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના' વિશેની જાણકારી માછીમાર સમાજના લોકોને આપવા તાલીમ અપાઇ

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોલેજ ઓફ ફિશરીઝ સાયન્સ અને કામધેનુ યુનીવર્સિટીના સહયોગથી કાર્યક્રમ યોજાયો

ગીર સોમનાથ જિલ્લાના મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલા લોકોને કેન્દ્ર સરકારની “પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના” વિશેની જાણકારી મળી રહે તે હેતુસર ગાંઘીનગરની રાષ્ટ્રીય સહકારી વિકાસ સંસ્થા દ્વારા કોલેજ ઓફ ફિશરીઝ સાયન્સ અને કામધેનુ યુનીવર્સીટીના સહયોગથી એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં માછીમાર સમાજના ભાઇઓ તથા મતસ્‍ય પ્રવૃતિ સાથે સંકળાયેલ જુદા-જુદા સંગઠનોના પ્રતિનિઘિઓ જોડાયા હતા.

આ કાર્યક્રમમાં કામધેનુ યુની.ના નિયામક ડો.પી.એચ.વાટલીયા, સી-ફુડ એક્ષપોર્ટ એેસો.ના પ્રમુખ કેતનભાઇ સુયાણી, એનસીડીસીના નાયબ નિયામક ટી.કે.સોલંકી હાજર રહયા હતા. તેઅોએ પોતાના ઉદબોઘનમાં તાલીમાર્થી માછીમાર ભાઇઓને જણાવેલ કે, માછલીના પ્રોસેસીંગ તથા મુલ્યવર્ધન દ્વારા માલની ગુણવતા સુધારી બજારમાં સારા ભાવો મેળવી શકાય છે. આ ક્ષેત્રે વિકસતી નવીનતમ ટેકનોલોજી અને અધ્યતન સાધનોના ઉપયોગ થકી વધુ મત્સ્ય ઉત્પાદન મેળવી આવકમાં વધારો કરી શકાય છે. મત્સ્યોધ્યોગ વ્યવસાયમાં તાલીમ તથા પ્રત્યક્ષ મુલાકાત અને નિદર્શનનું પણ મહત્વ સમજાવેલ હતુ. બાદમાં પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાનો હેતુ તથા તેના વિવિધ ઘટકોમાંથી મેળવી શકાતા લાભો વિશે જાણકારી અપાઇ હતી.

તાલીમના તાંત્રીક સેશનમાં કોલેજના મદદનીશ પ્રાધ્યાપક ડો.જે.બી.સોલંકીએ “માછલીના પ્રોસેસીંગ દ્વારા બનતી વિવિધ બનાવટો” પર તથા ડો. કે.વી.ટાંક દ્વારા “મત્સ્ય પકડાશમાં આધુનિક ટેકનોલોજી” વિશે તાલીમાર્થીઓને ઓડિયો-વિઝયુઅલ માધ્યમ થકી રસપ્રદ માહિતી સમજાવી હતી. આ તાલીમના કાર્યક્રમને કોલેજના આચાર્ય ડો.એસ.આઇ.યુસુફઝાઇ, ડો.જે.એન.ઠાકર સહિતનાએ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં મત્સ્યોધોગ નિયામક ટી.ડી.પુરોહિત, સીઆઇએફટીના વૈજ્ઞા‍નીક ડો.આશિષકુમાર ઝા ખાસ ઉપસ્‍થ‍િત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...