તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:જૂનાગઢ શહેરમાં માંગનાથ રોડ તોડતાં વેપારીઓએ કર્યો વિરોધ

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 વર્ષ પહેલા રોડ બન્યો હતો, રોડ સારો હતો : વેપારીઓ

જૂનાગઢમાં માંગનાથ રોડ 3 વર્ષ પહેલા બન્યો હતો. આ રોડ સારો હોય ખાનગી કંપની દ્વારા રોડ તોડતા વેપારીઓએ વિરોધ કર્યો હતો. જૂનાગઢમાં રોડ તોડવા એક પરંપરા બની ગઇ છે. દર વર્ષે નવા રોડ બનાવવા અને તેને ફરી તોડી નાખવામાં આવે છે. ખાનગી કંપની દ્વારા કેબલ માટે રોડ તોડવામાં આવે છે.

ત્યારે માંગનાથ રોડ તોડવામાં આવતા વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. માંગનાનાં વેપારીઓએ જણાવ્યું હતું કે, આ રોડ ત્રણ વર્ષ પહેલા બન્યો હતો.રોડ મજબુત અને સારો છે.પરંતુ ખાનગી કંપની દ્વારા રોડ તોડવામાં આવી રહ્યો છે. આ અંગે મહાનગર પાલિકાને ખબર પણ નથી.

અન્ય સમાચારો પણ છે...