તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:લોકડાઉન 18 મે સુધી લંબાવાતા માંગનાથના વેપારીઓનો વિરોધ

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેપારીઓએ એકઠા થઇ સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા

જૂનાગઢ સહિત રાજ્યના 36 શહેરોમાં રાત્રી કફર્યૂ તેમજ મિની લોકડાઉન 18 મે સુધી લંબાવાતા વેપારીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે. દરમિયાન માંગનાથના વેપારીઓએ એકઠા થઇ સરકારના નિર્ણયનો વિરોધ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. સરકારે અગાઉ 12 મે સુધી રાત્રી કફર્યૂ અને મિની લોકડાઉન લાગુ કર્યું હતું જેનું વેપારીઓએ પાલન કરી સહકાર આપ્યો હતો. બાદમાં 12 મે બાદ મિની લોકડાઉનમાંથી છૂટ મળશે તેવી વેપારીઓને આશા હતી પરંતુ સરકારે 18 મે સુધી રાત્રી કફર્યૂ અને મિની લોકડાઉન લંબાવી દેતા આ આશા ઠગારી નિવડી હોય વેપારીઓમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. દરમિયાન શહેરના માંગનાથ રોડના વેપારીઓએ એકઠા થઇ સૂત્રોચ્ચાર કર્યા હતા અને સરકારના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો હતો.

છેલ્લા એક મહિનાથી વેપાર ધંધા બંધ હોય વેપારીઓને ઘરખર્ચ, દુકાનનું ભાડું, બેન્કના લોનના હપ્તા ,માણસોનો પગાર વગેરે ચૂકવવા કઇ રીતે તે સવાલ મુંઝવણ કરી રહ્યો છે. ત્યારે વેપારીઓ 13 મેથી બજાર ખોલવાની મંજૂરી મળે તેમ ઇચ્છી રહ્યા છે. ખાસ કરીને સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવા અથવા નિયંત્રણો સાથે વેપાર કરવાની છૂટ આપવા પણ વેપારીઓની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...