તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આસ્થા:મેઘરાજાને મનાવવા વેપારીઓએ વેરાવળથી સોમનાથ સુધીની પદયાત્રા યોજી, સારા વરસાદ માટે સોમનાથ મહાદેવને પ્રાર્થના કરી

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પદયાત્રા કરી સોમનાથ જતા વેપારીઓ - Divya Bhaskar
પદયાત્રા કરી સોમનાથ જતા વેપારીઓ
  • વેરાવળના વેપારીઓ છેલ્લા 21 વર્ષથી પદયાત્રા યોજી રહ્યા છે

મેઘરાજાને મનાવવા વેરાવળ વખારીયા બજારના વેપારીઓ દ્વારા વેરાવળ થી સોમનાથ સુધીની પદયાત્રા યોજેલ હતી. પદયાત્રીઓ સોમનાથ ખાતે પહોંચી મહાદેવને શીશ ઝુકાવી મેઘરાજા મનમુકીને વરસે તેવી પ્રાર્થના કરેલ હતી.

તીર્થભૂમિના વેપારીઓ દર વર્ષની જેમ આ વર્ષે પણ મેઘરાજાને રીઝવવા માટે વેરાવળ થી સોમનાથ સુધીની એક પદયાત્રા યોજેલ હતી. વખારીયા બજાર વેપારી એસો. દ્વારા આ પદયાત્રાનું આયોજન કરાયેલ જે વખારીયા બજારમાં આવેલ સુરજકુંડ મંદિરે થી પ્રારંભ થયેલ હતો. આ પદયાત્રા છેલ્લા 22 વર્ષથી યોજાઇ રહેલ છે.

સોમનાથ મંદિર બહાર હર હર મહાદેવનો નાદ ગુંજાવેલ
સોમનાથ મંદિર બહાર હર હર મહાદેવનો નાદ ગુંજાવેલ

આજે વેરાવળ વખારીયા બજારના વેપારીઓમાં અશોકભાઇ ગદા, ચંદુભાઇ લાખાણી સહીતના વેપારીઓ તથા યુવાનો દુકાનો સ્વયંભુ બંધ રાખી જોડાયેલ હતા અને રામધુન-ભજન બોલતા સોમનાથ ખાતે પહોંચેલ જયાં વેપારી શીતલદાસ વડવા સહીતનાએ પદયાત્રામાં જોડાયેલા વેપારીઓનું સ્વાગત કરેલ હતું અને તમામ વેપારીઓ સોમનાથ મંદિરે પહોંચી મેઘરાજા મનમૂકીને હેત વરસાવે તેવી પ્રાર્થના મહાદેવને કરી હતી અને રસ્તામાં આવેલ ભીડભંજન મહાદેવને પણ શીશ ઝુકાવી પ્રાર્થના કરેલ હતી. આ પદયાત્રાનો પ્રારંભ ૨૧ વર્ષ પૂર્વે વેપારી અગ્રણી સદગત ચીમનભાઇ અઢિયા એ કરેલ હોય ત્યારે તાજેતરમાં જ તેમનું કોરોનાની બીમારીમાં અવસાન થતા આ વખતની પદયાત્રામાં તેઓને શ્રધ્ધાંજલી આપેલ હતી.

સોમનાથમાં વેપારીઓએ પદયાત્રિકોનું સ્વાગત કરેલ
સોમનાથમાં વેપારીઓએ પદયાત્રિકોનું સ્વાગત કરેલ
અન્ય સમાચારો પણ છે...