ચૂંટણી બહિષ્કારની ચીમકી:જૂનાગઢના માંગનાથ રોડ પર આવારા તત્વોથી ત્રસ્ત વેપારીઓએ રોષ ઠાલવ્યો, તેઓની સમસ્યાઓને કોઈને પડી ન હોવાનો આક્ષેપ

જુનાગઢ2 મહિનો પહેલા

જૂનાગઢના માંગનાથ રોડ પર વેપાર કરતા 400 જેટલા વેપારીઓએ ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. માંગનાથ રોડ પર લુખ્ખાઓ વેપારીઓને અવારનવાર પરેશાન કરતા હોવા છતા તેઓની સામે કોઈ કાર્યવાહી ન થતા વેપારીઓમાં રોષ છે. ત્યારે વેપારીઓએ કહ્યું હતું કે,તેઓના મતની કોઈ કિંમત જ ન હોય તો તેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરશે.

આવારા તત્વોના ત્રાસમાંથી મુક્ત કરાવવાની માગ
માંગનાથ રોડ પરના વેપારીઓએ કહ્યું હતું કે, તેઓના મોટા ભાગના વેપાર-ધંધા મહિલાઓ સાથે સંકળાયેલા છે. આ વિસ્તારમાં મહિલાઓની અવરજવર રહે છે. પરંતુ, આવારા તત્વોના ત્રાસના કારણે વેપારીઓએ પરેશાન થવું પડી રહ્યું છે.

પેજ પ્રમુખોએ સ્થાનિકોની સમસ્યા જાણવી જોઈએ
વેપારીઓએ કહ્યું હતું કે, પેજ પ્રમુખની જવાબદારી ચૂંટણી પૂર્ણ થાય જાય એટલે પૂર્ણ ન થાય. તે જે વિસ્તારના પેજ પ્રમુખ છે ત્યાંના લોકોને શું સમસ્યા છે તે પણ જાણવી જોઈએ. જો કે, આવું થતું નથી.

અન્ય સમાચારો પણ છે...