તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોશ્યલ ડિસ્ટન્સ જળવાયું નહીં:પ્રવાસન સ્થળો બનશે કોરોના સુપર સ્પ્રેડર

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
રોપ-વે સાઇટ પર પ્રવાસીઓ ઉમટી પડતા સોશ્યલ ડિસ્ટન્સ જળવાયું નહીં. - Divya Bhaskar
રોપ-વે સાઇટ પર પ્રવાસીઓ ઉમટી પડતા સોશ્યલ ડિસ્ટન્સ જળવાયું નહીં.
  • સક્કરબાગ, રોપ-વે, ગિરનાર પર્વત,સાસણ સિંહ દર્શન સહિતના હરવા ફરવાના સ્થળોએ પ્રવાસીઓની ઉમટી બેસુમાર ભીડ
  • કોરોના ગાઇડ લાઇનના થતાં ભંગ સામે સ્થાનિક તંત્ર મૂક પ્રેક્ષક

નાતાલનું પર્વ શું આવ્યું જાણે કોરોના નાબૂદ થઇ ગયો હોય તેમ પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓની બેસુમાર ભીડ ઉમટી રહી છે. ખાસ કરીને જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય, રોપ-વે, ભવનાથ, ગિરનાર પર્વત,સાસણમાં સિંહ દર્શન વગેરે સ્થળોએ પ્રવાસીઓની લાંબી કતારો લાગી જાય છે. એક તરફ સરકારી તંત્ર કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરવા માટે આમ જનતાને પ્રેસર કરે છે.

ગાઇડ લાઇનનો જાણે અજાણ્યે ભંગ થતા સામાન્ય લોકો પાસેથી આકરો દંડ ઉઘરાવવામાં આવે છે. એટલું જ નહિ જાહેરનામા ભંગના કેસ પણ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ જ્યાં કોરોનાની ગાઇડ લાઇનનો મોટાપાયે ઉલાળ્યો થાય છે.

  • કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરાવવા કરતાં કમાણી કરી લેવાની વધુ લ્હાય જોવા મળી રહી છે. પરિણામે સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ, માસ્ક ન પહેરવાના કારણે કોરોના મહામારી વધુ વકરે તેવી દહેશત વ્યકત થઇ રહી છે.
  • જીવનમાં એક વખત આવતા લગ્ન કરવા જેવા સામાજીક પ્રસંગો માટે પણ 100 લોકોની મર્યાદા નક્કી કરાઇ છે, મરણમાં 50 થી વધુને ભેગા કરવા પર મનાઇ છે. ત્યારે રોપ-વે, સક્કરબાગ, સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓને માટે આ મર્યાદા શા માટે લાગુ કરવામાં આવતી નથી? શું પ્રવાસન સ્થળોને કોરોના ગાઇડ લાઇનના પાલનમાંથી છૂટ અપાઇ છે?
  • સમગ્ર જૂનાગઢ જિલ્લામાં આવતા કુલ કોરોના કેસના 50 ટકા જેટલા કેસ માત્ર જૂનાગઢ સિટીના હોય છે. એમાં પણ બહાર ગામથી પ્રવાસીઓ સતત આવી રહ્યા હોય કોરોનાના કેસ વધશે તો જવાબદાર કોણ ગણાશે?

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો