હાલાકી:શહેરમાં રખડતા પશુનો ત્રાસ, મનપાની કામગીરી કાગળ પર

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
લોકોનાં જાનમાલને નુકસાન થશે તો તંત્રની જવાબદારી - Divya Bhaskar
લોકોનાં જાનમાલને નુકસાન થશે તો તંત્રની જવાબદારી
  • યુવાનને આખલાએ હડફેટે લેતા પોલીસમાં અરજી આપી
  • મનપાએ 10 ટીમ બનાવ્યાનો દાવો કર્યો, બે શીફ્ટમાં કામગીરી

જૂનાગઢ શહેરનાં મુખ્ય માર્ગો પર રખડતા પશુ અડીંગો જમાવીને બેસી રહે છે. વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામાનો કરવો પડી રહ્યો છે. દિવસ ઉપરાંત રાત્રીનાં પણ બસ સ્ટેશન, મોતીબાગ, કોલેજ રોડ, મજેવડી દરવાજા રોડ સહિતનાં માર્ગો પર રખડતા પશુ જોવા મળે છે. જૂનાગઢમાં રખડતા પશુને ફરિયાદો ઉઠી છે. પરંતુ તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. તાજેતરમાં મનપાની કેટલ પાઉન્ડ શાખા દ્વારા રાત્રીનાં પશુ પકડવામાં આવ્યાં હતાં. ફરિયાદ બાદ કામગીરી થતી હોવાની ચર્ચા ઉઠી છે. જૂનાગઢ મહાનગર પાલીકા દ્વારા રખડતા પશુનો કાયમી ઉકેલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

વોર્ડ નં.8નાં કોર્પોરેટર અદ્રેમાનભાઇ પંજાએ મેયર અને કમિશ્નરને રજુઆત કરી કહ્યું હતું કે, શહેરમાં રખડતા પશુ અને કુતરાનો ત્રાસ અસહ્ય છે. રખડતા પશુ અને કુતરાને કારણે લોકોને ઇજાઓ થવાનાં અનેક બનાવો બન્યાં છે. મનપાનાં વિસ્તારમાં રખડતા પશુનાં કારણે લોકોનાં જનામાલને નુકસાન થશે તો તેની જવાબદાર કમિશ્નર અને મેયરની રહેશે. તંત્ર દ્વારા પશુને પકડવાની જગ્યાએ ન પકડવાનાં કાગળ આગળ ધરી દેવામાં આવે છે. તસવીર: મેહુલ ચોટલીયા

મનપાએ જબાદ આપ્યો : 10 ટીમ બનાવી છે
ઝાંઝરડાનાં રાજુભાઇ દેવરાણીયાએ રખડતા પશુ અને કુતરાનાં ત્રાસ અંગે રજુઆત કરી હતી. તેના જવાબમાં મનપાએ લેખતીમાં જવાબ આપ્યો હતો કે, કોર્પોરેશન હદ વિસ્તારમાં રખડતા પશુ પકડવા માટે સીએનસી ખાતા દ્વારા 10 ટીમ બનાવી અલગ અલગ ઝોનનાં વિસ્તારમાં પશુ પકડવાની બે શીફટમાં અસરકારક કામગીરી કરવામાં આવે છે. તેમજ કુતરાઓનાં રસીકરણ તથા ખસીકરણની કામગીરી કરવામાં આવે છે.

એ ડિવીઝનમાં ભોગ બનનારે લખીતમાં ફરિયાદ આપી
ભાટિયા ધર્મશાળા વિસ્તારમાં રહેતા મહમદ ઉસ્માન અમીનભાઇ શેખે એ-ડિવીઝનમાં લેખતીમાં ફરિયાદ આપી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા ઘર પાસે બહાર જવા માટે ઉભો હતો ત્યારે બે આખલા જગમાલ ચોકમાંથી લડતા-લડતા આવ્યાં ને મને હડફેટે લીધો હતો. બાદ જૂનાગઢ સિવીલમાં સારવાર લીધી હતી. કમિશ્નર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. પરંતુ તેનો અમલ થતો નથી. વોર્ડ નંબર 8નાં જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...