અસામાજીક તત્વોનાં ત્રાસ:જૂનાગઢનાં કડિયાવાડમાં અસામાજીક તત્વનો ત્રાસ,વેપારીઓ બંધ પાળ્યો

જૂનાગઢ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વેપારીઓ રસ્તા વચ્ચે બેસી ગયા : એ ડિવીઝન પોલીસ પહોંચી

જૂનાગઢનાં કડિયાવાડ વિસ્તારમાં અસામાજીક તત્વોનાં ત્રાસનાં કારણે વેપારીઓએ બંધ પાળી રસ્તા ઉપર ઉતરી ગયા હતાં. આ ઘટનાનાં પગલે એ-ડિવીઝન પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી.

જૂનાગઢનાં કડિયાવાડ વિસ્તારમાં અસામાજીક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. આવા તત્વો વેપારીની દુકાનમાંથી સામાન લઇ રૂપિયા આપતા નથી. વેપારીઓ પૈસા માંગે તો છરી જેવા હથિયાર બતાવી વેપારીઓને ધમકાવે છે.

શુક્રવારે વેપારી એસોસિએશનનાં પ્રમુખ દિનેશ સોંદરવા સહિતનાં વેપારીઓએ દુકાનો બંધ કરી હડતાળ પર ઉતરી ગયા હતાં અને રસ્તા પર બેસી ગયા હતાં. આ ઘટનાની જાણ થતા એ ડિવીઝન પોલીસ સ્ટેશનનાં પીઆઇ, પીએસઆઇ અને સ્ટાફ પહોંચી ગયો હતો.વેપારીઓને નંબર આપી હૈયાધારણા આપી હતી. બાદ મામલો થાળે પડ્યો હતો.