ભાસ્કર એક્સક્લુઝિવ:વાહન ચાલકો પાસેથી ટોલ શરૂ, ફોરટ્રેક પર ઇમરજન્સી સેવા બંધ

જુનાગઢ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
જેતપુર-સોમનાથ ફોરટ્રેક હવે ધણીધોરી વિનાનો - Divya Bhaskar
જેતપુર-સોમનાથ ફોરટ્રેક હવે ધણીધોરી વિનાનો
  • જેતપુર-સોમનાથ ફોરટ્રેક હવે ધણીધોરી વિનાનો, કોન્ટ્રાકટ પરના કર્મીઓને છુટા કરી દેવાયા

જેતપુર-સોમનાથ ફોરટ્રેક પર વાહન ચાલકોને મળતી સવલતો છેલ્લા 1 મહિનાથી બંધ કરી દેવાઈ છે જો કે 2 ટોલનાકા પર ટોલ વસુલવાની કામ તો હજુ શરૂ જ છે. આ સેવાઓ બંધ કરવા પાછળનું એ કારણ બહાર આવ્યું છે કે જે કંપનીને કોન્ટ્રાકટ અપાયો હતો તે પૂર્ણ થતાં કે રદ્દ થતા તેમાં કામ કરતા કર્મીઓને છુટા કરી દેવામાં આવ્યા છે.

તમે વાહન લઈ ને જેતપુર-સોમનાથ ફોરટ્રેક પર પસાર થઈ રહ્યાં હોવ તો કોઈ સેવાની આશા ન રાખતા કારણ કે તમે અકસ્માતે કે કોઈ જગ્યાએ વૃક્ષ પડી જવું કે રોડ પર જ મૃતહાલતમાં કોઈ શ્વાન કે પશુ પડ્યું હશે તો પણ કોઈ હટાવવા નહીં આવે કારણ કે આ કામગીરી કરી રહેલાં કર્મીઓ જ નથી આ સ્થિતિ એક મહીનાથી જોવા મળી રહી છે. છતાં વાહન ચાલકોને ટોલ તો ચૂકવવો જ પડી રહ્યોં છે.

ચોમાસાની સિઝનમાં માર્ગ બંધ થઈ જશે
ફોરટ્રેક પર અનેક જગ્યાએ મહાકાય વૃક્ષ જોવા મળી રહ્યાં છે.જે રોડ પર આવી ગયા છે અને ચોમાસાની સીઝનમાં ભારે પવન,વરસાદ થી આ વૃક્ષો ધરાશાયી થશે જેથી રસ્તો બંધ થઈ જવાની શક્યતાઓ જોવા મળી રહી છે.

હાઇવેની સ્ટ્રીટલાઈટ બંધ હોવાને કારણે અકસ્માત વધશે
જ્યાં ગ્રામ્ય વિસ્તારો કે ફાટક આવતું હોય ત્યાં સ્ટ્રીટ લાઈટ નંખાઈ હતી જે હાલ મોટાભાગની બંધ હાલતમાં જોવા મળી રહી છે જે પણ રીપેર નહીં થાય જેથી અકસ્માતના બનાવો વધી શકે છે.

હેલ્પ લાઈન નંબર OFF
આ રોડ પર કોઈ અકસ્માતનો બનાવ બને તો લોકો ટોલ પ્લાઝાના હેલ્પ લાઈન નંબરમાં કોલ કરતા હોય છે.જેથી એમ્બ્યુલન્સ સેવા નો લાભ મળે પરંતુ આ નંબર પણ ઓફલાઇન બતાવી રહ્યોં છે.

ઓફિસે અલીગઢી તાળા
આ ઉપરાંત ટોલ નાકા પર આ બધા કામના મેઇન્ટેન્સને લઈ ઓફિસ કાર્યરત જોવા મળતી હતી જો કે હવે ત્યાં પણ તાળા લાગી ગયા હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

રેડિયમ ગાયબ થઈ ગયા
અનેક જગ્યા એ રેડિયમ કે રાત્રીના ચેતવણી આપતી લાઈટ ગાયબ થઈ ગઈ છે જેથી છાશવારે અકસ્માતના બનાવો બની રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...