જૂનાગઢના આદ્ય કવિ અને ભક્ત નરસિંહ મહેતાની જન્મ જયંતિની શનિવારે ઉજવણી કરવામાં આવશે. રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ-ગાંધીનગર, કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર આયોજીત જિલ્લા યુવા વિકાસ અધિકારી - જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી જૂનાગઢ સંચાલિત આ ઉજવણીનો કાર્યક્રમ યોજાશે.
નરસિંહ મહેતાની જન્મ જયંતિ પ્રસંગે શનિવાર 5 માર્ચના સવારે 5:30 વાગ્યે ભવનાથ સ્થિત પવિત્ર દામોદર કુંડ ખાતે નાણાવટી બ્રધર્સ એન્ડ વૃંદ દ્વારા નરસિંહ મહેતાના પ્રભાતિયા રજૂ કરવામાં આવશે. આ તકે કમિશ્નર રાજેશ તન્ના, મેયર ગીતાબેન પરમાર, દામોદર કુંડ તિર્થગોર સમિતીના નીલેશભાઇ પુરોહિત, નરસિંહ મહેતા ચોરા સમિતી ટ્રસ્ટના પ્રમુખ શશીનભાઇ નાણાંવટી, રાધા દામોદરજી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નિરવ પુરોહિત વગેરેની ઉપસ્થિતી રહેશે. આ પ્રસંગે નાણાવટી બ્રધર્સ નરસિંહ મહેતાના પ્રભાતિયા રજૂ કરી વાતાવરણને ભક્તિમય બનાવી દેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.