મુલાકાત:આજે કેન્દ્રિયમંત્રી દ્વારા જિલ્લા પંચાયતના સોલાર પ્લાન્ટનું નિરીક્ષણ કરવામાં અવાશે

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય સેવામાં વધારો કરવા 5 એમ્બ્યુલન્સને લીલીઝંડી આપશે

કેન્દ્રિયમંત્રી શનિવારે જૂનાગઢ જિલ્લા પંચાયત કચેરીની મુલાકાત લેશે અને ત્યાં કાર્યરત સોલાર પ્લાન્ટનું નિરીક્ષણ કરશે. આ સાથે આરોગ્ય સેવામાં વધારો કરવા 5 એમ્બ્યુલન્સને લીલીઝંડી આપશે. આ અંગે મળતી વિગત મુજબ ભારત સરકારના કેન્દ્રિયમંત્રી પિયુષ ગોયલ શનિવારે જૂનાગઢના મહેમાન બનનાર છે.

ત્યારે તેઓ 3 સપ્ટેમ્બર- શનિવારે બપોરના 3 વાગ્યે જિલ્લા પંચાયત કચેરીની મુલાકાતે આવશે. તેઓ જિલ્લા પંચાયત ખાતે કાર્યરત સોલાર પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે. આ સાથે જિલ્લાની આરોગ્ય સેવામાં વધારો થાય તે માટે 5 એમ્બ્યુલન્સને પણ લીલીઝંડી આપશે. બાદમાં જિલ્લાના વિવિધ અધિકારીઓ સાથે બેઠક કરશે અને વિવિધ વિકાસલક્ષી તેમજ પ્રજાલક્ષી કાર્યોના મુદ્દે ચર્ચા કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયત કચેરી ખાતે સોલાર પ્લાન્ટ કાર્યરત કર્યા બાદ લાઇટ બિલમાં મસમોટી રાહત થઇ છે.

અન્ય સમાચારો પણ છે...