લોકાર્પણ:આજે મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જૂનાગઢનાં મહેમાન

જૂનાગઢ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડો. સુભાષ આયુર્વેદિક હોસ્પિટલનું લોકાર્પણ કરશે

શહેરના ખામધ્રોળ રોડ સ્થિત ડો. સુભાષ એકેડમીના 45માં વાર્ષિકોત્સવ નિમિત્તે લોકસેવા ઉત્સવની સોમવાર 3 જાન્યુઆરીએ ઉજવણી થનાર છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તેમજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતી રહેશે. દરમિયાન 100 બેડની ડો. સુભાષ આયુર્વદિક હોસ્પિટલનું નિર્માણ કરાયું છે ત્યારે સવારના 8:30 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલાના હસ્તે તેમનો લોકાર્પણ સમારોહ યોજાશે. આ સાથે અટલ આરોગ્ય રથને પણ ખુલ્લો મુકાશે તેમજ મુખ્યમંત્રી તેમજ પ્રદેશ ભાજપ અધ્યક્ષની દવાથી તુલા કરવામાં આવશે.

આ તકે મંત્રી અરવિંદભાઇ રૈયાણી, મંત્રી દેવાભાઇ માલમ, જૂનાગઢના સાંસદ રાજેશભાઇ ચુડાસમા, પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુક, જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન ખટારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ પટેલ, મેયર ધીરૂભાઇ ગોહેલ, શહેર ભાજપ પ્રમુખ પુનીતભાઇ શર્મા વગેરેની ઉપસ્થિતી રહેશે. કાર્યક્રમના પૂર્વે માયાભાઇ આહિર લોક સાહિત્યની રસલ્હાણ પિરસશે. જ્યારે રાતના 8:30 વાગ્યે સાંસ્કૃતિ કાર્યક્રમ પણ રજૂ કરાશે. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના જવાહરભાઇ ચાવડા, રાજ ચાવડાના માર્ગદર્શનમાં ડો. સુભાષ એકેડમીનો પરિવાર જહેમત ઉઠાવી રહ્યો હોવાનું ડો. બલરામ ચાવડાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...