તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Today, On The Holy Day Of Somavati Amas, Human Beings Flocked To Somnath's Triveni Sangam Ghat And Moksha Pipal Of The Ancient Shrine To Bathe And Pour Water.

આસ્થા:આજે સોમવતી અમાસના પાવન દિવસે સોમનાથના ત્રિવેણી સંગમ ઘાટ અને પ્રાચી તીર્થના મોક્ષ પીપળે સ્‍નાન કરવા અને પાણી રેડવા માનવ મહેરામણ ઉમટયું

વેરાવળ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
આજના પાવન દિવસે ત્રીવેણી સંગમ નદીમાં સ્‍નાનની ડુબકી લગાવી રહેલ ભાવિકો - Divya Bhaskar
આજના પાવન દિવસે ત્રીવેણી સંગમ નદીમાં સ્‍નાનની ડુબકી લગાવી રહેલ ભાવિકો
  • બન્‍ને તીર્થ સ્‍થળોએ હજારો યાત્રાળુઓ ઉમટી પડતા ટ્રાફિકજામના ર્દશ્‍યો જોવા મળ્યા

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસ, સોમવાર અને સોમવતી અમાસના શુભગ સંયોગના પાવન દિવસે પ્રથમ વ્‍હેલીસવારથી જ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પવિત્ર ત્રિવેણી સંગમ ઘાટમાં સ્‍નાન કરી પિતૃતર્પણ કરી તથા નજીકના પ્રખ્‍યાત પ્રાંચી તીર્થના મોક્ષ પીપળે પાણી રેડી પુણ્યનું ભાથુ બાંધવા માનવ મહેરામણ ઉમટયો હતો. જેના પગલે ત્રિવેણી સંગમ ઘાટ અને પ્રાંચીના મોક્ષ પીપળેના સ્‍થળે ટ્રાફીકના જામ ર્દશ્‍યો જોવા મળતા હતા.

પ્રાંચી તીર્થનો પ્રખ્‍યાત મોક્ષ પીપળો
પ્રાંચી તીર્થનો પ્રખ્‍યાત મોક્ષ પીપળો

શિવ એટલે કલ્યાણ અને શંકર એટલે કલ્યાણ કરવાવાળા તેમજ શંભુ એટલે વિશ્વની લય અને પ્રલય માટે કારણભુત શક્તિનો અખૂટ ભંડાર. જગતની પાલનકર્તા ઉર્જાનો ઉદભવ પ્રભાસક્ષેત્રમાં જ્યોતિર્લિંગ સ્વરૂપમાં થયો છે. અરબી સમુદ્રના કિનારે બીરાજમાન સોમનાથ મહાદેવ વિશ્વનું પ્રથમ જ્યોતિર્લંગ છે. આવી જ રીતે આ પવિત્ર ધરતીમાં ક્રુષ્ણ ભગવાને 56 કોટી યાદવોનો ઉધ્ધાર કરવા માટે પવિત્ર ત્રિવેણી સંગમના કિનારે શ્રાધ્ધકર્મ કર્યુ હતુ. શ્રી ક્રૃષ્ણ ભગવાને પણ પોતાનો દેહોત્સર્ગ આ જ કિનારે કર્યો હતો જેથી શાસ્ત્રોમાં પાંચ તીર્થ ક્ષેત્રોમાં ઉત્તમ તીર્થ પ્રભાસક્ષેત્ર કહેવાયુ છે. અને અહી સોમવતી અમાસે સ્નાન કરવાથી સાત જન્મોના પાપનું નિવારણ થાય છે તેવુ શાસ્ત્રોમાં વિદિત હોવાનું તીર્થ પુરોહિત જયદેવભાઇ જાની જણાવી રહ્યા છે.

ત્રીવેણી સંગમ ઘાટનો પ્રવેશદ્રાર
ત્રીવેણી સંગમ ઘાટનો પ્રવેશદ્રાર

દરમિયાન આજે સોમવતી અમાસના પાવન દિવસે સોમનાથ સાંનિઘ્‍યે હિરણ, કપીલા અને સરસ્‍વતી નદીના સંગમ એવા ત્રિવેણી સંગમ ઘાટ ખાતે વહેલીસવારથી જ હજારોની સંખ્યામાં ભાવિક ભક્તજનો ડુબકી લગાવી સ્નાન કરી પીપળાના વૃક્ષને પાણી ચડાવી પિતૃતર્પણ કરી રહયા હતા. ભાવિકો પોતાના પિતૃઓને યાદ કરી શ્રાધ્ધાદીક કર્મ કરવાથી આરોગ્ય,સુખ,શાંતિ તેમજ સમૃદ્ધિ પ્રાપ્ત થતુ હોવાનું પુરાણોમાં પણ ઉલ્‍લેખ સાથે પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાનનું અતિ મહત્વ હોવાનું જણાવેલ છે. જેથી આજે આ અલભ્ય દિવસનો લાભ લઇ મોટી સંખ્‍યામાં ભાવિકોએ ધન્યતા પ્રાપ્ત કરતા જોવા મળેલ હતા. આ પવિત્ર ભુમિમાં પ્રસ્થાપિત આધ્યાત્મીક ચેતનાના મહાસાગરમાં સ્નાન કરી ભાવિક પ્રસન્નતા પ્રાપ્ત કરે છે. કોઇ રોગના નિવારણ માટે.કોઇ દરીદ્રતાના નિવારણ માટે.તો કોઇ આરોગ્યની સુખાકારી માટે આજ મોક્ષદાયીની અમાસના દિવસે પોતાના પીતૃઓને યાદ કરી પવિત્ર ત્રીવેણી સંગમમાં સ્નાન કરી યથા યોગ્ય દાન કરી આશીર્વાદ પ્રાપ્ત કરે છે.

પ્રાંચી તીર્થના મોક્ષ પીપળાને પાણી રેડી રહેલ ભાવિકોનો સમુહ
પ્રાંચી તીર્થના મોક્ષ પીપળાને પાણી રેડી રહેલ ભાવિકોનો સમુહ

જયારે સોમનાથ નજીક જ આવેલ સૌ વાર કાશી અને એક વખત પ્રાંચી ના સુત્રથી પ્રખ્‍યાત યાત્રાધામ પ્રાંચી તીર્થ ખાતે મોક્ષ પીપળે પાણી રેડવા માટે આજે વ્‍હેલીસવારથી જ સોમવતી અમાસના પાવન દિવસે માનવ મહેરામણ ઉમટયો હતો. સૌરાષ્ટ્રભરમાંથી આજે સોમવતી અમાસના પાવન દિવસે યાત્રાળુઓ મોટી સંખ્યામાં સોમનાથ નજીકના પ્રાંચી તીર્થ ખાતે પહોંચે છે. પ્રાંચી તીર્થની પૂર્વ વાહિની સરસ્વતી નદીના કુંડમાં સ્નાન કરી મોક્ષ પીપળે પોતાના પિતૃઓના મોક્ષ માટે પાણી રેડી યથાશક્તિ દાન-દક્ષિણા બ્રાહ્મણોને આપીને શ્રી માધવરાયજી પ્રભુ જે સરસ્વતી નદીમાં બિરાજમાન છે તેમના દર્શન કરી તથા સરસ્વતી તટ પર બિરાજતા છ-છ શિવ મંદિરોમાં પણ પોતાની શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરીને ધન્યતા પ્રાપ્‍ત કરી પુણ્યનું ભાથું બાંધે છે જેમાં આ પિતૃ અમાસએ લોકમેળામાં સ્વયંભૂ યાત્રાળુ ભારે માત્રામાં ઉમટ્યા હતા.

ત્રીવેણી સંગમ ઘાટ પર ઉમટેલ ભાવિકોનો સમુહ
ત્રીવેણી સંગમ ઘાટ પર ઉમટેલ ભાવિકોનો સમુહ
અન્ય સમાચારો પણ છે...