ચર્ચા:આજે આમ આદમી પાર્ટીના કેજરીવાલ જૂનાગઢના મહેમાન

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 2 કોંગ્રેસી કોર્પોરેટરની આપમાં જવા ચર્ચા પર પૂર્ણવિરામ મુકાયું

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રિય સંયોજક અરવિંદ કેજરીવાલ શનિવારે જૂનાગઢના મહેમાન બનનાર છે. તેઓની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ઉપસ્થિત રહેશે. આ અંગે આમ આદમી પાર્ટીના જૂનાગઢ મહાનગરના પ્રમુખ ચેતનભાઇ ગજેરાએ જણાવ્યું હતું કે, દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રિય સંયોજક અરવિંદ કેજરીવાલ 1 ઓકટોબર- શનિવારે જૂનાગઢ આવી રહ્યા છે. તેઓ બપોરના 3 વાગ્યે ખલીલપુર રોડ સ્થિત રાધાનંદન પાર્કમાં જાહેરસભાને સંબોધિત કરશે. તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ઉપસ્થિત રહેશે.

બન્ને જાહેરસભાને સંબોધિત કરશે. ખાસ કરીને વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઇ શકે તેમ હોય ચૂંટણીને લઇ તેઓ આપના કાર્યકરોને મળશે અને સંબોધિત કરી ચૂંટણીની તૈયારી મામલે જરૂરી માર્ગદર્શન આપશે. આ કાર્યક્રમની તૈયારીને લઇને શુક્રવારે એક બેઠક યોજાઇ હતી જેમાં કાર્યકરોને શનિવારના યોજાનાર અરવિંદ કેજરીવાલની બેઠક અંગેની જરૂરી સૂચના અપાઇ હતી. દરમિયાન અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતીમાં કોંગ્રેસના 2 કોર્પોરેટર મંજુલાબેન પણસારા અને લલીત પણસારા આપમાં જોડાવાની સંભાવના છે. અંગે લલીત પરસાણાએ ના પાડી હોય આ ચર્ચા પર પૂર્ણવિરામ મુકાયુ છે.

અન્ય સમાચારો પણ છે...