તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હર હર મહાદેવ:પવિત્ર શ્રાવણ માસનો આજે ચોથો સોમવાર અને જન્માષ્ટમીના પાવન પર્વે સોમનાથમાં ભાવિકોનું ઘોડાપૂર

વેરાવળ25 દિવસ પહેલા
  • શ્રાવણ માસનો ચોથો સોમવાર અને જન્માષ્ટમીનો સંયોગ
  • અમદાવાદથી શિવભક્ત સાઇકલ લઈને 24 કલાકમાં સોમનાથ પહોંચ્યા

વિશ્વ પ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનાં દર્શને દેશભરમાંથી ભાવિકોનો પ્રવાહ અવિરત વહી રહ્યો છે. આજે શ્રાવણ માસનો સોમવાર છે. તો સાથોસાથ જન્માષ્ટમી પણ છે. ત્યારે ભાવિકોનો ઉત્સાહ બેવડાયો છે. ભાવિકોએ સોમનાથ દાદાનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો અમદાવાદથી 420 કિમીનું અંતર કાપીને એક શિવભક્ત સાઇકલ લઈને 24 કલાકમાં સોમનાથ પહોંચ્યા છે.

શ્રાવણ માસ એ ભક્તિ અને શક્તિનો માસ છે. શિવપુરાણમાં ઉલ્લેખ છે કે સાક્ષાત શિવજી આ પવિત્ર માસમાં કૈલાસ પરથી ધરતી પર આવે છે. આ મહિના દરમિયાન ભોળાનાથની ભાવપૂર્વક ભક્તિ કરવાથી સાત જન્મોનાં પાપોનો નાશ થાય છે. આધિ, વ્યાધિ અને ઉપાધિમાંથી મહાદેવ તેના ભક્તોને ઉગારે છે.

પવિત્ર શ્રાવણ માસના સોમવારે સોમનાથ મંદિર ખાતે શ્રદ્ધાળુઓનો સમુંદર ઊમટ્યો હતો. આજે શ્રાવણનો સોમવારની સાથે જન્માષ્ટમી પણ હોઈ કૃષ્ણ અને શિવ ભક્તોનો ઉત્સાહ બેવડાયો હતો. ભોળાનાથ સોમનાથ દાદાને રીઝવવા દર્શનાર્થીઓએ લાઇન લગાવી હતી. ગત સોમવારની સરખામણીએ આજે ભાવિકોની સંખ્યા બેવડાઈ હતી.

24 કલાકમાં સાઇકલ રાઈડ અમદાવાદથી સોમનાથ
કોઈપણ જાતના સપોર્ટ વ્હીકલ અને ઊંઘ લીધા વિના અમદાવાદથી સોમનાથ 420 કિમી અંતર 24 કલાકમાં 18 કલાક સાઇકલિંગ કરીને અમદાવાદ પૂર્વના સીટીએમ વિસ્તારમાં રહેતા કૃતજ્ઞ પટેલ ઉર્ફે કેપી સોમનાથ દાદાનાં દર્શને પહોંચ્યા હતા. 28 ઓગસ્ટના સાંજે 6 વાગે પ્રથમ પેડલ અમદાવાદમાં માર્યું હતું, જ્યારે છેલ્લું પેડલ તા.29/08/2021ના સાંજે 6 વાગે સોમનાથમાં હતું.

અન્ય સમાચારો પણ છે...