તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નગરચર્યા બંધ:આજે અષાઢી બીજ, જગન્નાથ મંદિરે શાહીસ્નાન, ભોગ હાંડી, મહાઆરતી

જૂનાગઢ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 19 વર્ષમાં કોરોનાના કારણે છેલ્લા 2 વર્ષથી નગરચર્યા બંધ
  • નગરચર્યાની છેક છેલ્લે સુધી તંત્રએ મંજૂરી ન આપી !

જૂનાગઢમાં સોમવારે અષાઢી બીજના પાવન પર્વની ઉજવણી કરવામાં આવશે. જોકે બાકીના કાર્યક્રમો યથાવત રહ્યા છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી કોરોનાના કારણે ભગવાન જગન્નાથજી, ભાઇ બલદેવજી અને બહેન સુભદ્રાજીની નગરચર્યા બંધ રહે છે તેમજ રાત્રીના મહાપ્રસાદનો કાર્યક્રમ પણ બંધ રહે છે.

આ અંગે જગન્નાથ રથયાત્રા સમિતીના શૈલેષભાઇ પારેખે જણાવ્યું હતું કે, ગંધ્રપવાડા સ્થિત જગન્નાથજી મંદિરે અષાઢી બીજની ઉજવણીને આ 19મું વર્ષ છે. અત્યાર સુધીના વર્ષોમાં દરેક કાર્યક્રમો યથાવત રહ્યા છે, જોકે છેલ્લા 2 વર્ષથી કોરોના કારણે તંત્રની મંજૂરી ન મળતા નગરચર્યા તેમજ હાટકેશ મંદિરે યોજાતા મહાપ્રસાદના કાર્યક્રમ બંધ રાખવામાં આવે છે. આ વર્ષે પણ કોરોનાની ગાઇડ લાઇન મુજબ 50 ભાવિકો સાથે નગરચર્યાની મંજૂરી મંગાઇ હતી પરંતુ તંત્રએ છેક છેલ્લે સુધી મંજૂરી આપી ન હતી! પરિણામે આ બન્ને કાર્યક્રમો બંધ રખાયા છે.

જ્યારે અષાઢી બીજનીપૂર્વ સંધ્યાએ રવિવારે જગન્નાથજી મંદિરે વિષ્ણુયાગ યજ્ઞ કરાયો હતો. સોમવારે ભગવાનને શાહી સ્નાન,નવા વસ્ત્રો ધારણ કરવા તેમજ બપોરે હાંડી પ્રસાદ અને મહા આરતી કરવામાં આવશે. જ્યારે સાંજના 5 થી 7 દરમિયાન સત્યનારાયણ ભગવાનની કથા કરાશે. આ તમામ કાર્યક્રમો નિજ મંદિરે કોરોનાની ગાઇડ લાઇન મુજબ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...