ચકાસણી:આજે 692 સફાઇ કર્મીઓને આયુષ્યમાન કાર્ડ અપાશે

જૂનાગઢ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાકી રહેલા લોકોને સ્થળ પર જ વેક્સિન અપાશે

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ગુરૂવારે નિરામય કેમ્પનું આયોજન કરાયું છે. આ કેમ્પમાં 692 સફાઇ કર્મીઓને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે. આ અંગે મનપાના કમિશ્નર રાજેશ તન્નાએ જણાવ્યું છે કે, મનપાના ફ્રન્ટલાઇન વર્કર એટલે કે સફાઇ કર્મીઓના આરોગ્યની સુખાકારી માટે નિરામય કેમ્પ યોજાશે. અર્બન હેલ્થ શાખા દ્વારા 13 જાન્યુઆરી ગુરૂવારે સવારે 10 વાગ્યે વાલ્મિકી સમાજની વાડી, ગોધાવાવની પાટી ખાતેના આ નિરામય કેમ્પમાં સફાઇ કર્મીઓ તેમજ સ્વ સહાય જૂથના મળી કુલ 692 સફાઇ કર્મીઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવશે.

જ્યારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે. કાર્ડ કઢાવવા માટે મામલતદાર દ્વારા ઇશ્યુ કરાયેલ આવકનો દાખલો (વાર્ષિક 4,00,000ની મર્યાદા), આધાર કાર્ડ અને રેશન કાર્ડની ઝેરોક્ષ આધાર પુરાવા તરીકે લાવવાના રહેશે.આ સાથે બાકી રહેલા લોકોને વેક્સિનનો પ્રથમ અને દ્વિતીય ડોઝ પણ સ્થળ પર જ આપવામાં આવશે. ત્યારે સફાઇ કર્મચારીઓ તેમજ સ્વ સહાય જૂથના લોકોને તેમના પરિવારજનોને પણ સાથે લાવી કેમ્પનો લાભ લેવા કમિશ્નર રાજેશ તન્નાએ અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...