તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:આજે જૂનાગઢના જલારામ મંદિરે 500 દિવડા પ્રજ્વલિત કરાશે

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રામ મંદિર શિલાન્યાસ વિધીને લઇ આયોજન

ભગવાન રામચંદ્રજીની જન્મભૂમિ અયોધ્યા ખાતે 5 ઓગસ્ટના રામ મંદિર નિર્માણ માટે શિલાન્યાસ વિધી થનાર છે. ત્યારે આ ધાર્મિક પ્રસંગને લઇ દેશભરમાં અનેક ધાર્મિક સ્થાનોમાં કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જૂનાગઢના જલારામ મંદિર ખાતે પણ 500 દિવડા પ્રજ્વલીત કરાશે. આ અંગે જલારામ મંદિર સેવા ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્રભાઇ મશરૂએ જણાવ્યું હતું કે, રામ મંદિર શિલાન્યાસ વિધી પ્રસંગે જૂનાગઢમાં પણ કાર્યક્રમનું આયોજન કરાયું છે. શહેરના હવેલી ગલી ખાતે આવેલા જલારામ બાપા અને વિરબાઇ માતાના મંદિરે 5 ઓગસ્ટના બપોરના 12 કલાકે 500 દિવડા પ્રગટાવવામાં આવશે. ભગવાન રામચંદ્રજીની સમક્ષ આ દિવડા પ્રજ્વલીત કરાશે. એટલું જ નહી જ્યાં સુધી અયોધ્યામાં રામ મંદિરની શિલાન્યાસ વિધી સંપન્ન ન થાય ત્યાં સુધી 500 દિવડા પ્રજ્વલીત રહેશે.

અન્ય સમાચારો પણ છે...