વિરોધ:આજે જૂનાગઢમાં ફૂટવેરની 500 દુકાનો અડધો દિવસ બંધ

જૂનાગઢ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 12ના બદલે 5 ટકા જ જીએસટી રાખવાની માંગ સાથે અપાશે આવેદન

સરકારે કાપડ પરનો 7 ટકા જીએસટી વધારો હાલ પુરતો મોકૂફ રાખ્યો છે, પરંતુ ફૂટવેરમાં લાગુ કર્યો છે. ત્યારે જીએસટી વધારાના વિરોધમાં મંગળવારે શહેરના ફૂટવેરના વેપારીઓ અડધો દિવસ બંધ પાળી વિરોધ વ્યકત કરશે. આ અંગેજૂનાગઢ ફૂટવેર એસોસિએશનના પ્રમુખ ગોપાલભાઇ યાદવે જણાવ્યું હતું કે સરકારે, કાપડ અને પગરખા પરનો 5 ટકા જીએસટી વધારીને 12 ટકા કર્યો હતો. આની સામે કાપડના વેપારીઓ દ્વારા અનેકવિધ કાર્યક્રમો કરતા સરકારે 7 ટકાનો જીએસટી વધારો હાલ પૂરતો મોકૂફ રાખી જૂનો 5 ટકા જીએસટી દર યથાવત રાખ્યો છે.

જોકે, પગરખા પરનો જીએસટી 5 ટકા હતો તેમાં 7 ટકા વધારીને 12 ટકા કરી દીધો છે. એકતો કાચા માલમાં 20 થી 25 ટકાનો વધારો થયો છે. એમાં જીએસટી વધારે તો પગરખાં વધુ મોંઘા બનશે જેથી દેશના 85 ટકા મજૂર, ખેડૂત અને મધ્યમવર્ગની પરેશાની વધશે. ત્યારે જીએસટીના 7 ટકાના વધારાનો વિરોધ કરી 5 ટકા જ રાખવાની માંગ સાથે લડત કરાશે.

આ માટે મંગળવારે જૂનાગઢ શહેરની ફૂટવેરની 500 દુકાનોના વેપારી અડધો દિવસ(2 વાગ્યા સુધી) પોતાની દુકાનો બંધ રાખી વિરોધ વ્યકત કરશે. સાથોસાથ સવારે 11 વાગ્યે જિલ્લા કલેકટર કચેરીએ જઇ જીએસટી વધારો પાછો ખેંચી 5 ટકા જ રાખવાની માંગ સાથે આવેદન આપશે.

અન્ય સમાચારો પણ છે...