તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાકીદ:જૂનાગઢ જિલ્લામાં ગૌચર અને ગામતળનાં દબાણ દુર કરવો : મંત્રી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કૃષિ અને પંચાયત મંત્રીએ અધિકારીઓ સાથે મિટીંગ કરી
  • અધિકારીઓને રીવ્યુ બેઠકમાં પુરતી તૈયારી સાથે આવવા તાકીદ કરી

જૂનાગઢમાં કૃષિ અને પંચાયત મંત્રી જયદ્રથસિંહજી પરમારનાં અધ્યક્ષસ્થાને જિલ્લાના પ્રથમ પદાધિકારીઓ અને બાદમાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં અધિકારીોઅને રીવ્યુ બેઠકમાં પુરતી તૈયારી સાથે આવવા તાકીદ કરી હતી,તેમજ ગૌચર અને ગામતળનાં દબાણ દુર કરવા કહ્યું હતું.

જૂનાગઢ જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં સૌ પ્રથમ પદાધિકારીઓ પાસેથી પંચાયત સંબંધી રજૂઆતો, પ્રશ્નો મેળવી તેનું નિરાકરણ લાવવા અધિકારીઓને સ્પષ્ટ સુચનાઓ આપવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારમાં પંચાયતના મકાન બાંધકામ, નેટ કનેક્ટીવીટી, ઇ -ધરા, જાતી આવકના દાખલાઓ ઝડપથી મળે તેમજ 15 માં નાણાપંચની ગ્રાન્ટના વિકાસકાર્યો અંગે ચર્ચા સમીક્ષા કરવામાં આવી હતી.

અધિકારીઓ સાથે યોજાયેલ બેઠકમાં ગામતળના પ્રશ્નોનું નિવારણ કરવા સાથે ગૈાચર અને ગામતળના દબાણ દુર કરવા, નવા દબાણો ના થાય તેની કાળજી લેવા કહ્યું હતું તેમજ અધિકારીઓને રીવ્યુ બેઠકમાં પુરતી તૈયારી સાથે આવવા તાકીદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...